વલસાડ: જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં ાવેલા જાહેરનામા મુજબ ચાર ફૂટ કરતા વધુ ઊંચાઇની પ્રતિમા ન સ્થાપિત કરવા તેમજ વિવિધ સામાજિક સંગઠનોનું કે સાર્વજનિક મંડળો દ્વારા જાહેરમાં ગણેશ પ્રતિમાની સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમજ વિસર્જન યાત્રા કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેને પગલે લોકોએ સ્વૈચ્છિક રીતે જ પોતાના ઘરમાં જ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કર્યું અને વિસર્જન પણ ઘરમાં જ કર્યું હતું.
ત્યારે હાલમાં સામાન્ય વર્ષોમાં જેમ નદી કિનારે પંડાલો લગાવવામાં આવે છે. તેમ આ વર્ષે નદીકિનારે કે જળાશયના કિનારે કોઈ પણ સ્થળ ઉપર પંડાલો લગાવામાં આવ્યા નથી.કોરોનાની મહામારીની સંકટ આ વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ને પણ લાગી રહ્યું છે. જેમાં વિઘ્નહર્તા ગણેશજી ના ગણેશોત્સવને પણ આ ગ્રહણ મળ્યું છે.
ભાવિક ભક્તો દ્વારા આનંદ ઉલ્લાસ સાથે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરીને તેનું પૂજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે જિલ્લા કલેકટર ની ગાઈડલાઈન મુજબ ના તો કોઈ જાહેર સ્થળો પર ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવું કે ના કોઈ સાર્વજનિક મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવું કે જાહેરમાં વિસર્જનયાત્રા કાઢવી નહીં. તેમજ નદી-નાળા તળાવો અને જળાશયોમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.જેને લઇને લોકોએ આ તમામ નિયમો પાળ્યા હતા.