વલસાડ: 6 ફેબ્રુઆરી થી 10મી ફેબ્રુઆરી સુધી આ મેળો ચાલશે. મેળાનું ગાંધીવાદી સમાજસેવક અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ગફુર બિલખિયા, પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ સહિત ગાંધીવાદી આગેવાનોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પાંચ દિવસીય મેળામાં ખાદીની વિવિધ ચીજવસ્તુઓ ઉપરાંત ગ્રામઉદ્યોગ મહિલા મંડળ તરફથી બનાવાતી ખાદ્ય ચીજો, શૃંગાર, ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ વેચાણ માટે મુકવામાં આવી છે.
ખાદીના પ્રચાર-પ્રસાર માટે 6થી 10 ફેબ્રુઆરી સુધી વાપીમાં ગાંધી મેળો યોજાશે
ખાદીના પ્રચાર પ્રસાર માટે ગાંધી વિચાર-પ્રસાર ટ્ર્સ્ટ દ્વારા 71મો ગાંધી મેળો વાપીમાં આયોજીત કરાયો છેે, જેની આજથી શરૂઆત થઈ છે અને આગામી 10 તારીખ સુધી ચાલશે.
દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, સંઘપ્રદેશ દમણ અને સેલવાસ ઝોનના ગાંધી વિચાર-પ્રસાર ટ્રસ્ટ દ્વારા 71મા ગાંધી મેળાનું વાપીના અજીત નગર વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસીય મેળામાં ખાદી સહિતની ગ્રામોદ્યોગ મહિલા મંડળ અને અન્ય સંસ્થાઓ દ્વારા વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ-પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.
5 દિવસીય ગાંધી મેળાનું આયોજન ગાંધીવિચાર પ્રચાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ગુરુવારે પ્રથમ દિવસે અનેક ગાંધીવાદી આગેવાનો સહિત નગરપાલિકાના પ્રમુખ, સ્વામીનારાયણ સંસ્થાના સંતો મહંતોએ પદ્મશ્રી એવોર્ડ મેળવી વાપીનું ગૌરવ વધારનાર ગફુર બિલખિયાનું સન્માન કર્યું હતું.