ગુજરાત

gujarat

ETV Bharat / state

Ghajwa-E-Hind Case: NIAની ટીમે વાપીમાં એક વ્યક્તિની કરી અટકાયત, આતંકી સંગઠન સાથે સંપર્કમાં હોવાની શંકા

વર્ષ 2022માં ગજવા એ હિંદ કેસમાં આતંકી ગતિવિધિઓ મામલે દિલ્હીમાં કેસ દાખલ થયો હતો. આ કેસ મામલે વલસાડ જિલ્લાના વાપીમાં રહેતા શકમંદ પરિવારના ઘરે NIAની ટીમે સર્ચ હાથ ધર્યું હતું. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ NIAની ટીમે વાપીથી 1 વ્યક્તિની અટકાયત કરી છે.

NIAની ટીમે વાપીમાં એક વ્યક્તિની કરી અટકાયત
NIAની ટીમે વાપીમાં એક વ્યક્તિની કરી અટકાયત

By

Published : Mar 23, 2023, 8:44 PM IST

વાપીમાં રહેતા શકમંદ પરિવારના ઘરે NIAની ટીમે સર્ચ હાથ ધર્યું

વાપી: ગજવા એ હિંદ કેસમાં NIAની ટીમે વલસાડના વાપી વિસ્તારમાં જય ટાવરના ગુરુદેવ કોમ્પલેક્ષમાં રહેતા મુસ્લિમ પરિવારના સભ્યોની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. અહીં રહેતા ફરાઝ ખાનની NIA ની ટીમે પૂછપરછ કરી તેની અટકાયત કરી હોવાની વિગતો સૂત્રો તરફથી માહિતી મળી છે.

એક વ્યક્તિની અટકાયત: વાપીમાં NIAની ટીમે હાથ ધરેલ સર્ચ ઓપરેશન અંગે સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ ગજવા એ હિન્દ મુસ્લિમ સંગઠનનું આતંકી ગતિવિધિઓમાં નામ આવવાના મામલે NIAની ટીમે ગુજરાતના વાપી સહિતના અન્ય શહેરોમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વલસાડના વાપીમાં ગોદાલનગર વિસ્તારમાં આવેલા જય ટાવરના ગુરુદેવ કોમ્પલેક્ષના એક ફ્લેટમાં રહેતા ફરાઝ ખાન નામના વ્યક્તિના ઘરે NIAની ટીમે તપાસ કરી હતી. તપાસમાં NIAની ટીમે ફ્લેટમાં રહેતા પરિવારના સભ્યોની પૂછપરછ કરી 1 વ્યક્તિને પોતાની સાથે લઈ ગયા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. જો કે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો મળી નથી.

આ પણ વાંચો:Fake PMO Officer : મહાઠગ કિરણ પટેલ સાથે કાશ્મીરમાં મોજ માણનાર બે ગુજરાતી ઝડપાયા

ગજવા એ હિન્દ સંગઠન સાથે સંપર્ક:ઉલ્લેખનીય છે કે સુરતના મહંમદ સોહેલ નામના યુવકની ગજવા એ હિન્દ સંગઠન સાથે સંપર્ક હોવાનું જણાઇ આવતા સુરતમાં NIAની ટીમ દ્વારા મહંમદ સોહેલની પૂછપરછ કરવામાં આવી હતી. ઇન્વેસ્ટીગેશન એજન્સીને શંકા છે કે મહંમદ સોહેલ તેમજ વાપીનો શખ્સ દેશવિરોધી ગતિવિધિઓમાં જોડાયેલો છે. મહંમદ સોહેલ સુરતના મુગલીસરા વિસ્તારનો રહેવાસી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ભૂતકાળમાં પણ કેટલાક યુવકોની તપાસ કરી હતી.

આ પણ વાંચો:Rahul Gandhi: શુ છે ચાર વર્ષ જૂનો કેસ? જેમાં રાહુલ ગાંધીને કરાઈ 2 વર્ષની સજા

આતંકી ગતિવિધિઓ મામલે કેસ: મળતી વિગતો મુજબ વર્ષ 2022માં ગજવા એ હિંદ આતંકી ગતિવિધિઓ મામલે દિલ્હીમાં કેસ દાખલ થયો હતો. એ કેસ મામલે વલસાડ જિલ્લાના વાપી, સુરત અને બોટાદમાં આવેલા એક વિસ્તારમાં રહેતા શકમંદ પરિવારની તપાસ હાથ ધરી હોવાની માહિતી સૂત્રો તરફથી મળી છે. NIAની ટીમે વાપીથી 1 વ્યક્તિની અટકાયત કરી હોવાની સ્થાનિક સૂત્રો પાસેથી માહિતી મળી છે. વલસાડના વાપી વિસ્તારમાં ગોદાલનગરમાં આવેલા જય ટાવરના ગુરુદેવ કોમ્પ્લેક્ષમાં રહેતા મુસ્લિમ પરિવારના સભ્યોની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હોવાની ઘટનાએ વાપી શહેરમાં ચકચાર જગાવી છે. જો કે આ સર્ચ ઓપરેશન અંગે NIA તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો આપવામાં આવી નથી.

ABOUT THE AUTHOR

...view details