ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

પાક વળતર માટે આપેલ ટોલ ફ્રી નંબર ન લાગતા ખેડૂતોમાં રોષ, સરકારે મજાક કરી હોવાનો ખેડુતોમાં ગણગણાટ - ખેડૂતોની વ્યથા

વલસાડઃ સમગ્ર ગુજરાતમાં માવઠાના મારે ખેડૂતોની કમ્મર તોડી નાખી છે. તેમાં પણ વલસાડ જિલ્લાના ખેડૂતો જેઓ ડાંગરના ઉભા પાકને 80 ટકા કરતા વધુ નુકશાની સહન કરવી પડી છે અને તે માટે ગુજરાત સરકારે ઇન્સ્યોરન્સ કંપનીના નંબરો જાહેર કરીને 48 કલાકમાં ખેડૂતોને પોતાના દાવા રજૂ કરવા જણાવ્યું હતું. પરંતુ, ગ્રામીણ કક્ષાએ આ બાબતથી અનેક ખેડૂતો અજાણ છે અને જેને જાણકારી મળી છે તેઓ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કતા તેઓને સામે કોઇ પણ ઉતર આવતો નથી. ખેડૂતોનું કહેવું છે કે સરકારે તેમની મજાક ઉડાવી છે.

સરકારે મજાક કરી હોવાનો ખેડુતોમાં ગણગણાટ
author img

By

Published : Nov 3, 2019, 8:47 PM IST

વલસાડ જિલ્લામાં 6000 હેકટરમાં થતા ડાંગરના ઉભા પાકને નુકશાન પહોચ્યુંં છે. ખેડૂતોને પડતા ઉપર પાટુ મારવા જેવી સ્થિતિ ઉદભવી છે, ત્યારે સરકારે ખેડૂત માટે પાક વિમાના વળતર આપવા ઇન્સ્યોરન્સ કંપનીના ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે. પરંતુ, પારડી તાલુકાના કેટલાક ખેડૂતો જેઓ નિરક્ષર છે. માત્ર દાંતરડું અને પાવડો ચલાવી શકતા હોય તેને કોઈ ગતાગમ નથી અને જેમને આ નંબર અંગે માહિતી છે. તેઓ છેલ્લા 48 કલાકમાં વારંવાર આ નંબરો ડાયલ કરી ચુક્યા છે. પરંતુ, માત્ર કોપ્યુટરાઈઝ કેસેટો જ વાગી રહી છે જેને કારણે ખેડૂતોની મુંઝવણ વધી છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે ક્યાક સરકારે તેમની મજાક તો નથી ઉડાવી જેવી વાતો ચર્ચાનો વિષય બની છે.

પાક વળતર માટે આપેલ ટોલ ફ્રી નંબર ન લાગતા ખેડૂતોમાં રોષ

સમગ્ર બાબતે ઇટીવી ભારતે ખેડૂતોના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરી સરકાર પાસે 100 ટકા વળતરની માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details