- મેડિમિત્ર સંસ્થાની અનોખી પહેલ
- સામાજિક સેવા સાથે સંકળાયેલી છે સંસ્થા
- હોમીઓકેર સેન્ટરમાં સપ્તાહના 6 દિવસ નિઃશુલ્ક નિદાન-દવાનું વિતરણ કરાશે
- જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે
- સંસ્થાના કાર્યકરો અને સંસ્થા સાથે જોડાયેલા તબીબો પોતાની સેવા આપશે
વલસાડઃ મેડીમિત્ર સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી વાપી સહિત વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સામાજિક સેવકીય પ્રવૃત્તિ કરે છે. આરોગ્ય, શિક્ષણ અને અન્ય સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલી સંસ્થાએ તેમની સેવાની પ્રવૃત્તિનો વિસ્તાર કરવા રવિવારે વાપીમાં નિઃશુલ્ક હોમીઓકેર સેન્ટરનો પ્રારંભ કર્યો હતો. આ સેન્ટરમાં સપ્તાહના 6 દિવસ હોમીઓપેથી દર્દીઓ માટે નિઃશુલ્ક નિદાન અને દવાનું વિતરણ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ સેવા માટે સંસ્થાના કાર્યકરો અને સંસ્થા સાથે જોડાયેલા તબીબો પોતાની સેવા આપશે.