ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડઃ સસ્તા અનાજની દુકાનમાં છેતરપિંડી કરનારાને ગ્રામજનોએ રંગે હાથે ઝડપ્યા - સસ્તા અનાજમાં છેતરપિંડી

પારડી તાલુકાના ચિવલ ગામે સસ્તા અનાજની દુકાનમાંથી પાછલા બારણેથી દુકાનદાર દ્વારા કોઇ અજાણ્યા બાઇક ચાલકને દોઢસો કિલોની ઘઉંની બોરી આપીને રવાના કરવામાં આવી રહ્યો હતો. આ બાઈક ચાલક બે બોરી લઇ ગયા બાદ ત્રીજી બોડી લેવા આવ્યો ત્યારે ગ્રામજનોએ બાઇકચાલકને રંગેહાથે ઝડપી લીધો હતો અને હોબાળો મચાવ્યો હતો.

Etv Bharat, Gujarati NEws, Covid 19, Valsad News
Valsad News

By

Published : Apr 28, 2020, 9:38 AM IST

વલસાડઃ હાલમાં લૉકડાઉનની સ્થિતિ સર્જાઇ રહી છે, ત્યારે મધ્યમ વર્ગીય પરિવારો અને રોજ કમાઈને રોજ ખાનારા વ્યક્તિ માટે ઘરમાં અનાજ ઓછું પડે એમ હોવાથી સરકારે સરકારી અનાજની દુકાનમાંથી આવા પરિવારો માટે અનાજ આપવાનું નક્કી કર્યું છે. પરંતુ ગ્રામીણ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનદારો દ્વારા ગરીબોના માટે આવતું અનાજ અને બારોબાર સગેવગે કરીને વેચી મારી રોકડા કરી લેવામાં આવતા હોવાના કિસ્સાઓ અનેકવાર પ્રકાશમાં આવ્યા છે.

ચિવલમાં સસ્તા અનાજની દુકાનમાં છેતપરિંડી

આવો જ એક કિસ્સો સોમવારે પારડી તાલુકાના ચિવલ ગામે બહાર આવ્યો છે. ચિવલ ગામે સસ્તા અના ની દુકાન ધરાવતા દિનેશભાઈ નામના વ્યક્તિ દ્વારા સસ્તા અનાજની દુકાનના પાછળના ભાગેનું શટર ખોલીને ગામના જ નજીકમાં રહેતા એક બાઇકચાલકને દોઢ સો કિલો જેટલા ઘઉંની બોરી આપીને રવાના કરવામાં આવતો હતો. જેમાં આ બાઈક ચાલક બે જેટલી બોલીઓ બાઈક ઉપર નાખી મૂકી આવ્યાની જાણ કેટલા ગ્રામજનોને થતા આ બાઈક ચાલક ત્રીજી બોરી લેવા આવ્યો ત્યારે તેને અટકાવી દઇ પૂછપરછ કરી હતી.

ચિવલમાં સસ્તા અનાજની દુકાનમાં છેતપરિંડી

જે બાદ બાઈક ચાલકે કબુલ્યું હતું કે, આ ઘઉં તેણે સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી લીધા છે. જોકે બીજી તરફ દુકાનદારે ઘઉં બાઈક ચાલકને આપ્યા હોવાનું કબૂલ્યું, પરંતુ વેચાણથી નથી આપ્યા હોવાની વાત પર અટકી રહ્યો હતો. પરંતુ ગ્રામજનોએ રંગેહાથે ઘઉંના કાળા બજાર કરતા સરકારી અનાજની દુકાનદારના ઝડપી લેતાં હોબાળો થયો હતો અને તાત્કાલિક ડેપ્યુટી સરપંને બોલાવ્યા બાદ પારડીમાં મામલતદારને જાણ કરવામાં આવી હતી અને મામલતદારની ટીમ સ્થળ પર પહોંચી હતી. જે બાદ અહીંયા આગળ તેમણે આ ઘઉંનો જથ્થો કબજે કરી ઘઉંની બોરી અને સીલ મારી હતી.

આ સમગ્ર બાબતે પારડી મામલતદાર નિરવભાઈ જણાવ્યું કે, ગ્રામજનોના કહેવા મુજબ અમારી ટીમ પહોંચી હતી અને દુકાનદાર તેમજ ગ્રામજનોના જવાબો લઇ પાંચ કેસ કરવામાં આવ્યો છે, આ સાથે જ ઘઉંનો જથ્થો પણ કબજે લેવાયો છે. હવે આગામી દિવસમાં આ દુકાનદારની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત એમ પણ કહ્યું કે, આ સમગ્ર બાબતે સ્પષ્ટ થાય છે કે, દુકાનદાર દ્વારા ઘઉં કાળા બજાર કરવામાં આવતો હતો.

મહત્વનું છે કે, આ લૉકડાઉનની સ્થિતિમાં લોકોને મળવા પાત્ર અનાજનો જથ્થો જો સરકારી અનાજની દુકાનદારો દ્વારા બારોબાર સગેવગે કરવામાં આવતો હોય તો મળવા પાત્ર ગ્રાહકોને અનાજ કેટલા પ્રમાણમાં મળતું હશે એ તપાસનો વિષય છે.

ABOUT THE AUTHOR

...view details