ગુજરાત

gujarat

ETV Bharat / state

CAAના ખોટા મેસેજ ફોરવર્ડ કરનારાને થઈ શકે છે જેલ - સોશીયલ મીડિયામાં CAB એકટ વિશે ખોટા મેસેજ

વલસાડઃ હાલમાં જ લોકસભામાં પારીત થયેલા CAA અને NRC બિલનો અનેક સ્થળે કેટલાક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ મામલે અનેક શહેરોમાં શાંતિ પણ ડોહળાઈ હતી. કેટલાક લોકોએ વિરોધના નામે કાયદો પણ હાથમાં લઈ લેતા પોલીસ દ્વારા આવા લોકોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. જોકે હજુ પણ અનેક લોકોમાં CAA બિલ શું છે, તે અંગે અનેક ગેરમાન્યતા ઊભી થઈ રહી છે.

etv bharat
સોશીયલ મીડિયામાં CAB એકટ વિશે ખોટા મેસેજ ફોરવોર્ડ કર્યા તેને થઈ શકે છે જેલ

By

Published : Dec 21, 2019, 12:00 AM IST

Updated : Dec 21, 2019, 12:34 AM IST

વલસાડ એસ. પી. દ્વારા વલસાડની જનતાને શાંતિ જાળવી રાખવા અને સોશિયલ મીડિયામાં ફેલાતા મેસેજો ફોરવોર્ડ ન કરવા સૂચન કર્યુ હતું, વલસાડ જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે એવા હેતુથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક સુનીલ જોશી દ્વારા એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડની જનતાને હાલમાં જ લોકસભામાં લાગુ કરાયેલા નાગરિકતા સંશોધન બિલ અંગે ફેલાઈ રહેલી ભ્રાંતિ દૂર કરવા સૂચનો કર્યા હતા.

વલસાડમાં સોશીયલ મીડિયામાં CAB એકટ વિશે ખોટા મેસેજ ફોરવોર્ડ કર્યા તેને થઈ શકે છે જેલ

તેમને સ્પષ્ટ પણે જણાવ્યું કે, CAA કાયદો જે ભારતીય નાગરિકોને લાગુ પડતો નથી. આ એકટ 1955 સિટીઝનશીપ બિલમાં કરવામાં આવેલા કેટલાક સુધારા છે. આ કાયદો એને લાગુ પડે છે કે, જે ભારતના પાડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફ્ઘાનિસ્તાનમાંથી ભારતમાં આવતા 6 ધર્મના લોકોને લાગુ પડશે. જેઓ ફોરેનર છે. જેમાં હિન્દુ, સિખ, બુદ્ધ, પારસી જેઓ ભારતમાં લગ્ન કરીને આવે છે કે વિઝા લઇને આવે છે. જો કે, તેઓ પણ ભારતની નાગરિકતા મેળવવા માટે અરજી કરી જ શકે છે અને તેમની આ અરજી માટે કેટલીક સમય મર્યાદામાં વધારો ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ કેટલાક લોકોમાં આ એકટ અંગે ગેરમાન્યતા પ્રવર્તી રહી છે.

Last Updated : Dec 21, 2019, 12:34 AM IST

ABOUT THE AUTHOR

...view details