ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં ધોરણ 10 અને 12 ના વર્ગોનો સ્કૂલમાં વિધિવત પ્રારંભ - પારડી ડી સી ઓ હાઈસ્કૂલ

ગુજરાત સરકાર દ્વારા 10 મહિના બાદ કોરોનાની મહામારી વચ્ચે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં અભ્યાસક્રમ ના વર્ગો શરૂ થયા છે ત્યારે આજે પારડીમાં આવેલી ડી.સી.ઓ હાઈસ્કૂલ માં 12 વર્ગ માં 240 વિધાર્થી ઓ હાજરી આપી પ્રથમ દિવસે ઉત્સાહ ભેર અભ્યાસ માં જોડાયા હતા

વલસાડમાં ધોરણ 10 અને 12 ના વર્ગોનો સ્કૂલમાં વિધિવત પ્રારંભ
વલસાડમાં ધોરણ 10 અને 12 ના વર્ગોનો સ્કૂલમાં વિધિવત પ્રારંભ

By

Published : Jan 13, 2021, 6:51 AM IST

  • સોશિયલ ડિસ્ટન્સ સાથે એક બેન્ચ ઉપર એક વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા કરાઈ
  • માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સના ચુસ્ત અમલ સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ
  • પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓમાં શિક્ષણ બાબતે ઉત્સાહ જોવા મળ્યો

વલસાડ : જિલ્લામાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા લેવામાં આવેલ અભ્યાસક્રમ શરૂ કરવાના નિર્ણયને લઈને પારડી ખાતે વહેલી સવારથી જ ડી.સી .ઓ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ સાથે શિક્ષકો દ્વારા પણ લોકડાઉન બાદ ખુલ્લી મુકેલી સ્કૂલને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. પારડી ડી સી ઓ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12 ના નોંધાયેલા 740 વિદ્યાર્થીઓ પૈકી 240 વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે હાજર રહ્યા હતા.

વલસાડમાં ધોરણ 10 અને 12 ના વર્ગોનો સ્કૂલમાં વિધિવત પ્રારંભ

એક બેન્ચ ઉપર એક વિદ્યાર્થી ઝીક્ઝેક પોઝિશનમાં બેસાડવામાં આવ્યા

પારડી ખાતે સ્કૂલમાં 10 મહિના બાદ પ્રથમ દિવસે આવેલા 240 વિદ્યાર્થીઓને 12 ઓરડામાં કોરોનાની ગાઈડ લાઇનને અનુસરતા એક બેન્ચ ઉપર એક વિદ્યાર્થી ઝીકઝેક પોઝિશનમાં બેસાડીને અભ્યાસકમ્ શરૂ કરવામાં આવ્યો હતો. જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે.

10 મહિના બાદ સ્કૂલો ખુલ્લી મુકાતા વિદ્યાર્થીઓમાં આનંદ

કોરોના કાળ માર્ચ માસથી શરૂ થયેલ લોકડાઉન થતા શૈક્ષણિક કાર્ય પણ બંધ હાલતમાં હતું. જેને લઈને 10 માસથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ઘરમાં બંધ હાલતમાં હતા. જોકે, વિધિવત રીતે કોરોનાના નિયમોના પાલન સાથે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓ ખુશ ખુશાલ મુદ્રામાં જોવા મળ્યા હતા. જોકે, પ્રથમ દિવસે 10 માસ બાદ તેમના મિત્રો કે, સખીને મળતા તેઓ પણ ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા હતા. આગામી મે મહિનામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લેવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ સજ્જ છે. ત્યારે ગુજરાત સરકારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરવાના નિર્ણયને શિક્ષકે તો વધાવ્યો છે, સાથે વાલી અને વિદ્યાર્થીઓ આ નિણર્યથી વધુ આનંદિત છે.

ABOUT THE AUTHOR

...view details