ગુજરાત

gujarat

ETV Bharat / state

નાનાપોંઢા ફોરેસ્ટ વિભાગની ટીમે સીસમ અને સાગના કિંમતી લાકડાનો જથ્થો ઝડપી પાડયો

વલસાડ : નાનાપોંઢા ફોરેસ્ટ વિભાગની ટીમે પૂર્વ બાતમીના આધારે મોડી રાત્રે મેડા ગામથી ડાકોર તરફ જઈ રહેલા એક ટાટા ટેમ્પોમાં ઘરવખરીનો સામાન ગેરકાયદેસર રીતે લઇ જવાતા સીસમના અને સાગ ચોરસા જેની અંદાજિત કિંમત 1,2301 ની કિંમતના કિંમતી લાકડાનો જથ્થો ઝડપી પાડયો છે. જોકે, આ ટેમ્પાને જંગલ વિભાગની ટીમે અટકાવતા ટેમ્પો ચાલક ટેમ્પો મુકી ઘાટમાં જ ફરાર થઈ ગયો હતો.

નાનાપોઢા રેન્જ દ્વારા ઘર વખરીની આડમાં લઇ જવાતા સિસમ અને સાગના કિંમતી લાકડાનો જથ્થો ઝડપી પાડયો
નાનાપોઢા રેન્જ દ્વારા ઘર વખરીની આડમાં લઇ જવાતા સિસમ અને સાગના કિંમતી લાકડાનો જથ્થો ઝડપી પાડયો

By

Published : Dec 23, 2020, 6:46 AM IST

Updated : Dec 23, 2020, 7:11 AM IST

  • ઘરવખરીના સામાનની આડમાં સાગ અને સીસમના લાકડાની હેરાફેરી કરતા ટેમ્પો ઝડપાયો
  • રાત્રે દોઢ વાગ્યાની આસપાસ જંગલ ખાતાની ટીમે ટેમ્પો અટકાવતા ટેમ્પો ચાલક ટેમ્પો મુકી ફરાર
  • 1,2301 નો કિંમતનો જથ્થો જંગલ વિભાગની ટીમને હાથે લાગ્યો

વલસાડ : નાનાપોંઢા રેન્જના ફોરેસ્ટર અધિકારી અભિજીતસિંહ રાઠોડને મળેલી પૂર્વ બાતમીના આધારે રાત્રીના દોઢ વાગ્યાની આસપાસ તેઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મેણધા ગામ ધાકવડ તરફ જતા માર્ગમાં એક ટાટા ટેમ્પોને અટકવતા તેમાંથી સાગ અને સીસમના ચોરસા મળી આવ્યા હતા.

નાનાપોઢા રેન્જ દ્વારા ઘર વખરીની આડમાં લઇ જવાતા સિસમ અને સાગના કિંમતી લાકડાનો જથ્થો ઝડપી પાડયો

ઘરવખરીના સામાનની આડમાં હતા સાગ અને સીસમના લાકડા

જંગલ વિભાગે માર્ગમાં ટેમ્પો અટકાવતાની સાથે ટેમ્પોચાલક ટેમ્પો મૂકીને ફરાર થઇ ગયો હતો. જ્યારે જંગલ ખાતાની ટીમે ટેમ્પાની પાછળના ભાગે ઉપર મુકેલા કેટલાંક ઘરવખરીનો સામાન હટાવી ને જોતા તેની નીચેથી આ કિંમતી સાગ અને સીસમના લાકડાના ચોરસા મળી આવ્યા હતા.

સીસમના 19 નંગ ચોરસા 23,059ની કિંમત

જંગલ વિભાગની ટીમે ટેમ્પાની તપાસ કરતા ટેમ્પાની અંદરથી અતિ કિંમતી ગણાતા એવા સીસમના ચોરસા મળી આવ્યા હતા. જે કુલ 0.637 ઘન મીટર જેની કિંમત 23059 જેટલી થાય છે.

સાગી ચોરસા નંગ 63 મળ્યા જેની કિંમત 79,242


ટાટા ટેમ્પોમાં છુપાવીને લઈ જવામાં આવી રહેલા આ લાકડામાં સાગી ચોરસા પણ મળી આવ્યા છે. મહત્વનું છે કે, કપરાડાના જંગલોમાં સાગી લાકડાની હેરાફેરી રાત્રી દરમિયાન અનેક વાહનોમાં થાય છે.આ પકડાયેલા ટેમ્પોમાં પણ સાગી ચોરસા મળી આવ્યા હતા. જે કુલ 2.826 ઘન મીટર જેની કિંમત 79, 242 થાય છે. આમ બંને 1,2301ની કિંમતના સાગ અને સીસમના લાકડાના જથ્થો જંગલ વિભાગે કબજે કર્યો છે. તો સાથે ટેમ્પાની કિંમત મળીને કુલ 2,77 307 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

નાનાપોંઢા ફોરેસ્ટ વિભાગની ટીમે સિસમ અને સાગના કિંમતી લાકડાનો જથ્થો ઝડપી પાડયો
મહત્વનું છે કે, સામાન્ય રીતે કપરાડા અને ધરમપુર વિસ્તારમાં લાકડાની ગેરકાયદેસર રીતે ચોરી અને હેરાફેરી થતી જોવા મળે છે. પરંતુ સીસમના લાકડા ખૂબ કિંમતી અને જવલ્લે જ મળી આવતા હોય છે. ત્યારે નાનાપોંઢા જંગલ વિભાગને મળેલી બાતમીને આધારે મહત્વના એવા સીસમના લાકડાની હેરાફેરી કરતો ટેમ્પો હાથ લાગ્યો છે.
Last Updated : Dec 23, 2020, 7:11 AM IST

ABOUT THE AUTHOR

...view details