- ધરમપુરમાં દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
- નવી એસ.ટી બસને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો
- એસ.ટી બસ શરૂ થતાં ત્રણ ગામના લોકોનો થશે ફાયદો
- અગાઉ બસ પકડવા 3 કિલોમીટર ચાલીને જવું પડતું
વન પર્યાવરણ પ્રધાન રમણ પાટકરે એસ.ટી બસને આપી લીલી ઝંડી - orest and Environment Minister Raman Patkar
ધરમપુર તાલુકાના નાની વાહિયાળ ગામે આવેલા જલારામ ધામ ખાતે દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વન પર્યાવરણ પ્રધાને નવી એસ.ટી બસને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો.
વન પર્યાવરણ પ્રધાન રમણ પાટકરે એસ.ટી બસને આપી લીલી ઝંડી
ધરમપુર: તાલુકાના નાની વાહિયાળ ગામે આવેલા જલારામ ધામ ખાતે દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વન પર્યાવરણ પ્રધાને નવી એસ.ટી બસને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. ફૂલવાડી કાકડકુવા નાની વહિયાળ ગામોને ધરમપુર સાથે જોડાવા માટે આજે પ્રથમ વાર ફૂલવાડી ફાટકથી ધરમપુર માટેની એસ.ટી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. જેનો લાભ ત્રણ જેટલા ગામોના લોકોને થશે.