વાપીરાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન (First Phase Voting in Valsad) થયું હતું. તે અંતર્ગત વલસાડમાં મતદારોને આકર્ષવા માટે તંત્રએ નવતર પ્રયોગ કર્યો હતો. જિલ્લામાં 51 મતદાન મથકોને (VALSAD POLLING STATION) સ્પેશિયલ 5 કેટેગરીમાં સમાવી ગ્રીન બૂથ ઊભા કરાયા હતા.
તંત્રની નવી પહેલ જિલ્લામાં યુવા દ્વારા સંચાલિત મતદાનમથક (VALSAD POLLING STATION) એક માત્ર કપરાડા બેઠક પર ફાળવાયું છે. "હું નહીં ભૂલું મતદાન કરવાનું, તમે પણ ભૂલતા નહીં" સ્લોગનવાળાના ફેલ્ટી સ્ટેન્ડ પણ મુકાયા છે. આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (GUJARAT ELECTION 2022) વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોને આકર્ષવા માટે વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર (Valsad District Election System) દ્વારા અનેક પ્રકારની નવી નવી પહેલ કરવામાં આવી છે. જિલ્લાના કુલ 1395 મતદાન મથકોમાંથી (VALSAD POLLING STATION) 51 મતદાન મથકોનો વિશિષ્ટ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી મતદારોનો ઉત્સાહ વધી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસ કરાયા છે.
મહાપર્વની મહાઉજવણી ઈકો ફ્રેન્ડલી (ગ્રીન બુથ) મતદાન મથક કે, જ્યાં પ્લાસ્ટીકનો જરાય પણ ઉપયોગ કરવામાં આવ્યો ન હોય તેવા જિલ્લામાં કુલ 5 છે, જે દરેક વિધાનસભા સીટ (Valsad Assembly Constituency) પર એક એક તૈયાર કરાયા હતા. અહીં 178 ધરમપુરમાં ગ્રીન બૂથ મતદાન મથક નં. 216 ખારવેલ 1 પ્રાથમિક બુનિયાદી શાળા, ખારવેલ પૂર્વ પાંખ, તા. ધરમપુર, 179- વલસાડમાં મતદાન મથક નં. 271-અતુલ-3, કલ્યાણી હાઈસ્કૂલ, ઉત્તર પાંખ મધ્યભાગ, અતુલ કોલોની, તા. વલસાડ, 180 પારડીમાં મતદાન મથક નં. 121-ટુકવાડા-1, પ્રાથમિક શાળા ટુકવાડા, દેસાઈવાડ, તા.પારડી, 181 કપરાડામાં મતદાન મથક નં. 149-રાવ ફળિયા-4 પ્રાથમિક શાળા રૂમ નં. 2, માંડવા, તા. કપરાડા અને 182 ઉમરગામમાં બુથ નં. 93- કનાડુ ફાટક, કલગામ-8ને ઈકો ફ્રેન્ડલી બુથ જાહેર કરવામાં આવ્યા છે. ગ્રીન બુથમાં મતકુટીર પાંદડા અને વાંસનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે. આ સિવાય ગ્રીન સોલાર લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બૂથમાં મતદારોને આકર્ષણરૂપ ફૂવારો તૈયાર કરાયો છે. આમ, લોકશાહીના પર્વમાં પર્યાવરણનું પણ (Gujarat Election 2022) જતન થઈ રહે તેવા સંદેશ સાથે જિલ્લામાં આજે આ લોકશાહીનો મહાપર્વ ઉજવાય રહ્યો છે.