વલસાડરાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે પ્રથમ તબક્કાનું મતદાન (First Phase Voting in Valsad) આજે થઈ રહ્યું છે. તે અંતર્ગત વલસાડમાં પણ આજે 5 બેઠકો માટે મતદાતાઓ મતદાન કરી રહ્યા છે. તેવામાં હવે અહીં ચૂંટણી તંત્રએ (Election Commission of Gujarat) મતદારોને આકર્ષવા માટે નવો પ્રયોગ કર્યો છે. અહીં મતદારો માટે વિશેષ ગ્રીન બૂથ તૈયાર કરવામાં (Green Booth in Valsad Polling Station) આવ્યા છે. સાથે જ પ્રથમ વખત મતદાન કરનારા મતદાતાઓ માટે સેલ્ફી પોઈન્ટ પણ (Selfie point for voters in Valsad) તૈયાર કરાયા છે.
પાંચેય બેઠકો પર વિશેષ વ્યવસ્થા જિલ્લાની 5 વિધાનસભા (Valsad Assembly Constituency) બેઠકો ધરમપુર, પારડી, કપરાડા, ઉમરગામ અને વલસાડ પર આ ગ્રીન બૂથ બનાવવામાં આવ્યા છે. આ ઈકોફ્રેન્ડલી ગ્રીન બૂથમાં સહેજ પણ (Selfie point for voters in Valsad) પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. અહીંયા આગળ મતદારોને આકર્ષવા માટે અનેક ગ્રિનરી બનાવવામાં આવી છે. તેમ જ પ્રાકૃતિક વાતાવરણ જળવાઈ રહે તે માટે મતદાન બૂથ ઉપર પણ પોલિંગ બૂથમાં આસપાસમાં લીલા પાંદડા લગાવવામાં આવ્યા છે જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે.
બૂથને ઝાડ પાન લગાવી વિશેષ શણગાર કરવામાં આવ્યો 5 વિધાનસભા બેઠકો ઉપર 5 ગ્રીન બૂથ બનાવાયાઈકોફ્રેન્ડલી (ગ્રીન બુથ) મતદાન મથક કે, જ્યાં પ્લાસ્ટિકનો જરાય પણ ઉપયોગ કરવામાં આવ્યો ન હોય તેવા જિલ્લામાં કુલ પાંચ બૂથ છે. જે દરેક વિધાનસભા બેઠક પર એક-એક તૈયાર કરાયા છે. 178 ધરમપુરમાં ગ્રીન બુથ મતદાન મથક નં 216-ખારવેલ 1 પ્રાથમિક બુનિયાદી શાળા, ખારવેલ પૂર્વ પાંખ, તા. ધરમપુર, 179- વલસાડમાં મતદાન મથક નં. 271-અતુલ-3, કલ્યાણી હાઈસ્કૂલ, ઉત્તર પાંખ મધ્યભાગ, અતુલ કોલોની, તા. વલસાડ, 180- પારડીમાં મતદાન મથક નં. 121-ટુકવાડા-1, પ્રાથમિક શાળા ટુકવાડા, દેસાઈવાડ, તા.પારડી, 181 કપરાડામાં મતદાન મથક નં. 149-રાવ ફળિયા-4 પ્રાથમિક શાળા રૂમ નં. 2, માંડવા, તા. કપરાડા અને 182- ઉમરગામમાં બુથ નં. 93- કનાડુ ફાટક, કલગામ-8ને ઈકો ફ્રેન્ડલી બુથ જાહેર કરવામાં આવ્યા છે. ગ્રીન બુથમાં મતકુટીર પાંદડા અને વાંસનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે. આ સિવાય ગ્રીન સોલાર લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બુથમાં મતદારોને આકર્ષણરૂપ ફુવારો તૈયાર કરાયો છે.
પ્રથમ વખત મતદાન કરનારાઓ માટે સેલ્ફી પોઇન્ટ મૂકાયા છે18 વર્ષથી વધુ વયના નવા યુવા મતદારો જેઓ સોશિયલ મીડિયામાં સૌથી વધુ એક્ટિવ રહેતા હોય ત્યારે પ્રથમવાર મતદાન કરનારા મતદાતાઓ માટે આ ગ્રીન બૂથ ઉપર સેલ્ફી પોઇન્ટ (Selfie point for voters in Valsad) બનાવવામાં આવ્યા છે અને આ સેલ્ફી પોઇન્ટ વડે તેઓ મતદાન કર્યા બાદ પોતાની આંગળી ઉપરનું નિશાન દર્શાવી સેલ્ફી લઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરાય છે, જે હાલ તો આકર્ષણનું કેન્દ્ર યુવાનોમાં બન્યું છે
મતદાતાઓને આકર્ષવા અનોખું આયોજન આમ, વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાંચે વિધાનસભા બેઠકો (Valsad Assembly Constituency) ઉપર ઈકો ગ્રીન મતદાન બૂથ બનાવી મતદાતાઓને આકર્ષવા માટે એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં હાલ તો મતદાન થઈ રહ્યું છે અને લોકો લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે.