વાપી : કોરોનાની મહામારી સામે લડવા દેશમાં લૉકડાઉન જાહેર કર્યા બાદ હજારો પ્રવાસી કામદારો મુસીબતમાં આવી પડ્યા હતાં. આવા કામદારો અને બે ટંકનું કમાઈને ખાનારા મજૂર વર્ગ માટે સામાજિક સંસ્થાઓ દેવદૂત બનીને આવી છે. રોજના હજારો લોકોને, પરિવારોને ફૂડ પેકેટથી માંડીને જીવન આવશ્યક ચીજવસ્તુઓ આપી રહી છે.
લૉકડાઉન: 20 હજાર લોકોને ભોજન કરાવ્યું, 3500 પરિવારોને કરિયાણું આપ્યું - valsad corona update
લૉકડાઉનના પ્રથમ તબક્કામાં વાપીમાં અનેક ગરીબ પરિવારો માટે સામાજિક સંસ્થાઓ દેવદૂત સમાન નીવડી છે. આવી સંસ્થામાં એક સંસ્થા નહિ પરંતુ સંગઠન કહેવાતા VHP અને બજરંગ દળના કાર્યકરોએ સેવાની ધૂણી ધખાવી છે. વાપીમાં રોજના 1800 જેટલા પરપ્રાંતીય મજૂરોને ભોજન સાથે અત્યાર સુધીમાં 20 હજાર લોકોને ભોજન આપ્યું છે. તો, 3500 પરિવારોમાં કારીયાણું પૂરું પાડ્યું છે.
![લૉકડાઉન: 20 હજાર લોકોને ભોજન કરાવ્યું, 3500 પરિવારોને કરિયાણું આપ્યું food distribution in lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6792753-1037-6792753-1586873280252.jpg)
20 હજાર લોકોને ભોજન કરાવ્યું, 3500 પરિવારોને કરિયાણું આપ્યું
વાપીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પણ લૉકડાઉનના દિવસથી સતત સેવાની ધૂણી ધખાવીને બેઠા છે. આ સંગઠન દ્વારા વાપી શહેર, વાપી તાલુકાના છીરી, છરવાડા જેવા ગામ અને આદિવાસી પટ્ટાના અંતરિયાળ ગામડાઓમાં જઈને ગરીબ પરિવારોને ભોજન અને કારીયાણું પૂરું પાડી રહ્યાં છે.