ગુજરાત

gujarat

ETV Bharat / state

ખડકી ડુંગરી ગામે લગ્ન પ્રસંગે ફ્લાઇંગ સ્કવોડ ત્રાટકી, 3 હજારનો ફટકાર્યો દંડ - latest news in Valsad

પારડી નજીક આવેલા ખડકી ડુંગરી ગામે લગ્ન પ્રસંગે covid-19 ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ ત્રાટકી લગ્ન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થવા બદલ ત્રણ હજાર રૂપિયાનો દંડ કરાયો હતો. જ્યારે પારડી તાલુકાના અંબાચ ગામે 12 જેટલા દુકાનદારોને હજાર લેખે કુલ 12 હજાર જેટલો દંડ વસૂલ કરાયો જેને લઇને ફફડાટ ફેલાયો છે.

પારડી
પારડી

By

Published : Nov 30, 2020, 1:36 PM IST

  • ડુંગરી ગામે લગ્નપ્રસંગે કોવિડ-19 ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ ત્રાટકી
  • સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા 3000નો દંડ
  • અંબાચ ગામે 12 જેટલા દુકાનદારોને પણ દંડ

પારડીઃ પારડી નજીક ફલાઇંગ સ્કવોડ ખડકી ડુંગરી અને અંબાચ ખાતે ચેકિંગ માટે ગઈ હતી. ડુંગરીમા એક લગ્ન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું જોવા ન મળતા 3000 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે અંબાચ ગામે આકસ્મિક ચેકિંગ કરવા પહોંચેલી કોવિડ-19 સ્કોડના હાથે 12 દુકાનદારો ઝડપાઈ ગયા હતા. આ દુકાનદાર દીઠ 1000 રૂપિયા મળી 12000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. તેમજ નાયબ મામલતદાર હીતેશ પટેલે દરેકને કોવિડ-19 અંગેના નિયમોની વિસ્તૃત જાણકારી આપી હતી

ફ્લાઇંગ સ્કવોડ
જિલ્લામાં કરવામાં આવી ફ્લાઇંગ સ્ક્વોડની રચના

ઉલ્લેખનીય છે કે, લગ્ન પ્રસંગે કે અન્ય કોઈ પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ અને સંક્રમણ ન ફેલાય તેવા હેતુથી જિલ્લામાં ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. આ ફલાઇંગ સ્કવોડ લગ્ન પ્રસંગ, ધાર્મિક પ્રસંગ, સામાજીક પ્રસંગમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરી કાર્યવાહી કરે છે. જિલ્લામાં હાલના સંજોગોમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોમાં વધારો જોવા મળેલ છે. પારડી તાલુકામાં કોવિડ -19 ની પ્રવર્તમાન જોગવાઇઓ અને માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન કરાવવા માટે ફ્લાઈંગ સ્કવોડની રચના કરવામાં આવી છે. આ સ્કવોડ ટીમ દ્વારા કોઇપણ સંજોગોમાં નિયત નિયમો, જાહેરનામાઓ અને સરકારની માર્ગદર્શિકાનો ભંગ કરેલ જણાય તો સરકાર તરફથી જે દંડની જોગવાઇ કરેલી છે. તે મુજબ દંડ વસુલવાની કામગીરી કરે છે.

ફ્લાઇંગ સ્કવોડ

ABOUT THE AUTHOR

...view details