ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના સ્પામાં પકડાયેલી યુવતીઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં ઉતારી - valsad court

વલસાડઃ  સીટી પોલીસે ગઈ કાલે સ્પાની આડમાં ચાલી રહેલા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. સ્પામાં લોહીનો વેપાર ચાલતો હોવાની શંકાએ પોલીસે છાપો માર્યો હતો. દરોડામાં દેહવિક્રય સાથે સંકળાયેલી  મહિલા વલસાડ પોલીસે સોમવારે મહિલાઓને કોર્ટમાં રજૂ કરી હતી. અદાલતે આ મહિલાઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.

વલસાડના સ્પામાં પકડાયેલી રૂપલલનાઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં ઉતારી

By

Published : Jun 4, 2019, 3:06 AM IST

વલસાડ શહેરના સાંઈલીલા મોલના કાસા સ્પા એન્ડ બોડી મસાજ પાર્લરમાં ગઈ કાલે પોલિસે રેડ પાડી હતી. જેમાં પોલીસે ત્રણ થાઈલેન્ડની મહિલાઓ, સંચાલિકા અને અન્ય બે મહિલાઓ ઝડપી હતી. દેહવિક્રયના વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓને પોલીસે વલસાડ કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટે તેમના જામીન નામંજૂર કરી તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દીધી હતી. પોલીસે સ્પામાં ગ્રાહક તરીકે ગયેલા બે યુવકોના સાક્ષી તરીકે નિવેદન લીધા હતાં.

વલસાડના સ્પામાં પકડાયેલી યુવતીઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં ઉતારી

આ ઘટનામાં નવાઈની વાત એ છે કે, સ્પાની માલીક તેના પતિથી સમગ્ર બાબત છુપાવીને આ ગોરખધંધો ચલાવતી હતી. પરંતુ પોલીસ કાર્યવાહીથી પત્નીની હકીકત સામે આવતા તેના પતિ પણ ચોંકી ઉઠયા હતાં.

ABOUT THE AUTHOR

...view details