- જનસેવા હોસ્પિટલમાં પ્રથમ થોરાસિક સર્જરી કરવામાં આવી
- 55 વર્ષીય દર્દીને થોરાસિક સર્જરી કરી મળી રાહત
- ડૉ. કલ્પેશ મલિક અને તેની ટીમે હોસ્પિટલનું નામ રોશન કર્યું
વાપી:શહેરમાં 26 વર્ષ જૂની અને પ્રતિષ્ઠિત ટ્રસ્ટની હોસ્પિટલ એવી શ્રેયસ મેડિકેર જનસેવા હોસ્પિટલે હાલમાં જ થોરાસીકની જટિલ સર્જરી કરીને દક્ષિણ ગુજરાત ક્ષેત્રની હોસ્પિટલોમાં એક આગવું સ્થાન મેળવ્યું છે. ડૉ. કલ્પેશ મલિક (કાર્ડિયો વાસ્ક્યુલર અને થોરાસિક સર્જન) ના સહયોગથી હોસ્પિટલના મેડિકલ સર્વિસીસમાં "થોરાસિક અને વૅસ્ક્યુલર સર્જરી" નો વધુ એક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં, તાજેતરમાં જ એક 55 વર્ષીય દર્દીની સર્જરી કરી નવજીનવ આપ્યું છે. થોરાસીસ સર્જરી અંગે હોસ્પિટલના તબીબોએ વિગતો આપી હતી કે, થોરાસિક સર્જરીમાં હૃદય સિવાય અન્ય છાતીની અંદરના અવયવોની સર્જરી કરવામાં આવે છે. જેમાં, શરીરમાં ફેફસાં, ખોરાકની પાઇપ, આખા શરીરને લોહી પુરૂ પાડતી મુખ્ય હૃદયની ધમનીઓ, પ્લ્યુરા, પેરીકાર્ડિયમ અને છાતીની દિવાલની આંતરિક બાજુની પાંસળી અને સ્નાયુઓની સર્જરી શામેલ હોય છે.
આ પણ વાંચો:વલસાડમાં સ્મશાનનો અભાવ, હોસ્પિટલમાં 3-3 દિવસ સુધી પડ્યા રહે છે કોરોના સંક્રમિત મૃતદેહો
દક્ષિણ ગુજરાતની હોસ્પિટલોમાં એક આગવું સ્થાન મેળવ્યું
દેશમાં બહુ ઓછા કાર્ડિયો-વેસ્ક્યુલર અને થોરાસિક સર્જનો સર્જરી કરે છે. શ્રેયસ મેડિકેર જનસેવા હોસ્પિટલ, વાપીમાં 26 વર્ષ જૂની પ્રતિષ્ઠિત ટ્રસ્ટની હોસ્પિટલ છે. જેણે, દક્ષિણ ગુજરાત ક્ષેત્રની હોસ્પિટલોમાં એક આગવું સ્થાન મેળવ્યું છે. અહીંના કાર્ડિયો વાસ્ક્યુલર અને થોરાસિક સર્જન ડૉ. કલ્પેશ મલિકના સહયોગથી હોસ્પિટલના મેડિકલ સર્વિસીસમાં "થોરાસિક અને વેસ્ક્યુલર સર્જરી" નો વધુ એક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.