વાપીમાં ટાઈપ ટાંકી ફળિયા ખાતે રહેતા અનિકેત મુકેશ પટેલ ગુરુવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં ઘરે હતો. જે દરમિયાન વાપી રેલવે ગરનાળા પાસે આવેલી ચાલી પાસે કેટલાક અજાણ્યા યુવાનો બોલાચાલી કરતા હતા. જેથી રૂમમાં રહેતા લોકોએ તેને જાણ કરતાં તે પોતાની રૂમ પાસે પહોંચ્યા હતો. આ બોલાચાલી કરતા યુવાનો તેમના ફળિયામાં ચારેક માસ પહેલા બેથી ત્રણ યુવાનો સાથે ઝઘડો કર્યો હતો. તેની અદાવત રાખી સમાધાન પેટે બેઠક કરવા આવ્યા હોવાનું જણાવીને અચાનક જ તેમના પર સાતેક ઈસમોએ હુમલો કર્યો હતો.
વાપીમાં અંગત અદાવતમાં ફાયરિંગ, એક ઘાયલ - વાપીમાં જૂની અદાવતમાં ફાયરિંગ
વલસાડ: વાપીના ટાંકી ફળિયા વિસ્તારમાં અંગત અદાવતમાં એક યુવાન પર ફાયરિંગ કરી તમંચા વડે માથામાં માર મારી એક યુવકને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. જ્યારે આ ઘટનામાં હુમલાખોરો પલાયન થતા હાલ વાપી ટાઉનમાં ઘાયલ ઇસમની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
દરમિયાન ટોળામાંથી મિલન નામનો ઈસમે તેની પાસે રહેલા તમંચાથી હવામાં ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તમંચાના કારતૂસ પુરા થઇ જતા ટોળામાં આવેલા આદર્શ, શિવ, મિલન અરવિંદ, મિલન ઉત્તમ અને વિશાલ નામના ઈસમોએ તેને પકડી લઈ માથામાં તમંચાના હાથા વડે ઘા મારતા તે લોહીલુહાણ થઈ જમીન પર ઢળી પડ્યો હતો. જ્યારે હુમલો કરનારા તમામ યુવાનો ઘટનાસ્થળેથી નાસી છુટ્યા હતા.
ઘાયલ અનિકેતને આસપાસના લોકોએ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં સારવાર મેળવી વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદી નોંધાવી હતી. જેની ફરિયાદ આધારે PIએ પૂછપરછ હાથ ધરી, આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.