ગુજરાત

gujarat

ETV Bharat / state

પારડીમાં હિંદુ યુવા વાહિની દ્વારા દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડાઓનું કરાયું વિસર્જન - Dissolution of fireworks in Pardi

વલસાડ જિલ્લાના પારડીમાં હિંદુ યુવા વાહિની દ્વારા હિંદુ દેવી દેવતાના ફોટાવાળા ફટાકડાનું વેચાણ બંધ થાય તે હેતુથી બુધવારે આકસ્મિક ચેકિંગ કરી દુકાનદારોને સમજાવીને આવા ફટાકડાનું પાણીમાં વિસર્જન કર્યું હતું.

પારડી
પારડી

By

Published : Nov 12, 2020, 5:29 PM IST

Updated : Nov 12, 2020, 6:19 PM IST

  • પારડીમાં દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડાઓનું વિસર્જન કરાયું
  • હિંદુ યુવા વાહિની દ્વારા કરાયું વિસર્જન
  • દુકાનદારોને હિંદુ દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડાઓનું વેચાણ નહી કરવા વિનંતી કરી

વલસાડઃ દિવાળીનો તેહવાર નજીક આવી રહ્યો છે. ત્યારે જિલ્લામાં હિંદુ યુવા વાહિની અને અગ્નિવીર ગૌસેવા દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, હિંદુ દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડાઓનું વેચાણ બંધ કરવામાં આવે.

પારડીમાં હિંદુ યુવા વાહિની દ્વારા દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડાઓનું કરાયું વિસર્જન

હિંદુ યુવા વાહિનીનાં કાર્યકર્તાઓએ દુકાનોમાં જઈ ચેકિંગ કર્યું

હિંદુ સંગઠનોએ ફટાકડાં વિક્રેતાઓને તેમની દુકાને હિંદુ દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડાઓનું વેચાણ નહી કરવા વિનંતી કરી હતી. તેમ છતાં હાલ પણ ઘણા ફટાકડાં વિક્રેતાઓ હિંદુ દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડાંનું વેચાણ કરતા હોય જેની જાણ હિંદુ યુવા વાહિની પારડીનાં તાલુકા અધ્યક્ષ કમલેશ માલીને થતા હિંદુ યુવા વાહિનીનાં કાર્યકર્તાઓ સાથે તેઓએ દુકાનોમાં જઈ ચેકિંગ કર્યું હતું અને જેમની દુકાનમાં હિંદુ દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડાઓ વેચાતા હતા તે દુકાનોમાંથી ફટાકડાઓ લઈ ફટાકડાનું પાણીમાં વિસર્જન કર્યું હતું.

પારડીમાં હિંદુ યુવા વાહિની દ્વારા દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડાઓનું કરાયું વિસર્જન

હિંદુત્વની લાગણીને ઠેસ ના પહોચેં તે માટે કામગીરી કરવામાં આવી

મહત્વનું છે કે, હિંદુ દેવી દેવતાના ફોટા ધરાવતા ફટાકડાનું માર્કેટમાં વેચાણ થતું હોય, ત્યારે હિંદુત્વની લાગણીને ઠેસ ના પહોચેં તે માટે દરેક કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વલસાડ જિલ્લામાંમાં પણ હિંદુત્વ માટે હિંદુ યુવા વાહીની કામગીરી કરી રહી છે.

પારડીમાં હિંદુ યુવા વાહિની દ્વારા દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડાઓનું કરાયું વિસર્જન
Last Updated : Nov 12, 2020, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details