- સ્ટેટ હોસ્પિટલમાં બની આગની ઘટના
- આગ લાગવાની ઘટનાનું કરાયું મોકડ્રિલ
- ધરમપુર ફાયર વિભાગ પોલીસ અને મામલતદારની ટીમ ઘટના સ્થળે
વલસાડઃ જિલ્લાના ધરમપુર ખાતે આવેલી સ્ટેટ હોસ્પિટલમાં બીજા માળે આગ લાગતા આફરતફરી મચી હતી. ઘટનાની જાણકારી ફાયર વિભાગને કરતા ધરમપુર પાલિકા ફાયરનું વાહન સ્થળ ઉપર પહોંચીને આગને કાબુમાં લેવા માટે કવાયત હાથ ધરી હતી. આગ લાગતા હોસ્પિટલ અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી. જોકે બાદમાં તે એક મોક ડ્રિલ હોવાનું માલુમ પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં લાગેલી આગ મોકડ્રિલ હોવાનું માલુમ પડતા લોકોમાં રાહત ધરમપુર સ્ટેટ હોસ્પિટલમા લાગી આગ
ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે બીજા માળે આગની ઘટના બની હતી. જેને લાઇ જે ધુમાડો દેખાતા તુરંત સ્ટાફ દ્વારા સતર્કતા દાખવીને પાલિકા ફાયરની ટીમને જાણકારી આપી હતી. જેને જોતા તાત્કાલિક ફાયર વિભાગના સભ્યો ઘટના સ્થળે ધસી આવ્યા હતા.
સાયરણ સાથે ફાયરનું વાહન હોસ્પિટલમાં આવતા લોકોમાં ભય ફેલાયો
અચાનક સાયરનના અવાજ સાથે ફાયરનું વાહન સિવિલ હોસ્પિટલમાં પહોંચતા આસપાસના લોકોને તમામ લોકોને હેમખેમ સ્થળે ખસેડયા બાદ ફાયર વિભાગના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.અચાનક લાગેલી આગને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં લાગેલી આગ મોકડ્રિલ હોવાનું માલુમ પડતા લોકોમાં રાહત બાદમાં સમગ્ર ઘટના મોકડ્રિલ હોવાનું બહાર આવતા લોકોએ રાહત અનુભવી
આગને પગલે ફાયરના વાહનો દોડતા થયા હતા. જેને લઈ લોકોમાં ભય ફેલાયો હતો. જોકે બાદમાં સમગ્ર બાબત એક મોકડ્રિલ હોવાનું બહાર આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ મોક ડ્રિલ દરમિયાન ધરમપુર પોલીસ મામલતદાર કચેરીના કર્મચારીઓ તેમજ આરોગ્ય વિભાગ સહિત ફાયર વિભાગ દ્વારા સંપૂર્ણ પણે સુરક્ષાત્મક રીતે મોકડ્રિલ પૂર્ણ કરાયું હતું.