પારડીના ઉમરસાડીની એક ઈન્ડસ્ટ્રીમાં હૈદરાબાદથી મટીરીયલ લઈ માલ સામાન ખાલી કરવા કન્ટેનરો આવતા રહે છે. જેમાનું માલ સામાન ખાલી કરીને પરત ફરી રહ્યો હતો. ત્યારે ઉમરસાડી રોડ ઉપર એસબીઆઇ બેન્કની સામે કન્ટેનર ઉભુ રાખી ટ્રક ચાલક એટીએમમાં પૈસા ઉપાડવા ગયો હતો.
પારડીમાં મોડી રાત્રે ટ્રકમાં ઇલેક્ટ્રિક તાર અડી જતા ભીષણ આગ લાગી - પારડી
વલસાડઃ જિલ્લાના ઉમરસાડી રોડ પર શુક્રવાર મોડી રાત્રે કંપનીનો માલ સામાન ખાલી કરી પરત ફરી રહેલા એક કન્ટેનરમાં ઈલેક્ટ્રિક તારને અડકી જતા આગ પકડી હતી. જેને પગલે દોડધામ મચી ગઇ હતી. જો કે, સ્થાનિક લોકોએ પારડી નગરપાલિકા ફાયર સ્ટેશનને જાણ કરતા સ્થળ પર અગ્નિશામક દળના કર્મીઓ પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી.
આ સમયે ટ્રક ઉપરથી પસાર થઈ રહેલા ઈલેક્ટ્રીકના તાર અડકી જતાં કન્ટેનર પર તણખા ઝરવાને કારણે કન્ટેનરની ઉપર ઢાકવામાં આવેલી તાડપત્રી આગમાં લપેટાઇ ગઇ હતી. આગના કારણે ટાયરમાં પણ આગ લીગી હતી. જોત જોતામાં આગ વધુ પ્રસરી હતી. જો કે, સ્થાનિકોએ તકેદારી રાખતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જે બાદ પારડી નગરપાલિકાના ફાયરફાઈટરનો કાફલો સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગ લાગવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઉમરસાડી માછીવાડ તરફ જતા માર્ગ પર સ્ટેટ બેંક નજીક કેટલાક ઇલેક્ટ્રિકના તારો ખૂબ જ જોખમી રીતે જમીનથી ખૂબ નજીક છે. જે કારણે આગામી દિવસમાં કોઈ મોટી ઘટના બનવાની શક્યકતા છે. જો તેને યોગ્ય રીતે ઊંચાઇ ઉપર ગોઠવણ નહીં કરવામાં આવે તો આ તારા નક્કી કોઈનો ભોગ લેશે.