ગુજરાત

gujarat

Fire in Valsad: અતુલ કંપનીમાં ભીષણ આગ લાગતાં સાત ફાયર ફાયટરો આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરી

By

Published : Apr 20, 2022, 5:39 PM IST

વલસાડ જિલ્લાના(Fire in Valsad ) અતુલમાં આવેલી અતુલ કંપનીમાં ભીષણ આગ(fire in Atul Company ) લાગી હતી. આ ઘટનાએ ભારે ચકચાર મચી હતી. અચાનક લાગેલી આગના પગલે વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અચાનક આગ લાગવાની ઘટનામાં સમગ્ર કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે આગનો સ્ત્રોત હજુ સુધી જાણી શકાયો નથી. આ ઉપરાંત ભીષણ આગને પગલે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.

Fire in Valsad: અતુલ કંપનીમાં ભીષણ આગ લાગતાં સાત ફાયર ફાયટરો આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરી
Fire in Valsad: અતુલ કંપનીમાં ભીષણ આગ લાગતાં સાત ફાયર ફાયટરો આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરી

વલસાડ: જિલ્લાના અતુલમાં આવેલી રંગ-રસાયણની કંપનીમાં(fire in Atul Company ) આજે બપોરે બે વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારને પોતાની જ્વાળામાં લપેટી લીધું હતું. આજે એટલી ભીષણ હતી કે આકાશમાં ઉંચે સુધી દૂર દૂર સુધી આગના ધુમાડા જોવા મળી રહ્યા હતા. આ ઘટનાની ગંભીરતા જોતા મેજર કોલ જાહેર કરવામાં(Major call declared district system ) આવ્યો હતો. જેને પગલે વલસાડ જિલ્લાના છ તાલુકામાંથી 7 જેટલા ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

જિલ્લાના અતુલમાં આવેલી રંગ-રસાયણની કંપનીમાં આજે બપોરે બે વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારને પોતાની જ્વાળામાં લપેટી લીધું હતું.

કંપનીના પૂર્વ બાજુના પ્લાન્ટમાં આગ પકડી હોવાની માહિતી - અતુલ કંપનીના પૂર્વ બાજુનાપ્લાન્ટમાં આજે બપોરે કોઈ અગમ્ય કારણસર આગ પકડી લેતા કંપનીમાં રાખેલા કેટલો સામાન આગમાં સ્વાહ થઈ ગયો હતો. જોકે સતત એક કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો છતાં પણ આગ ઉપર કાબુ મેળવ્યો ન હતો. આ ઘટના બનતા કંપનીમાં કામ કરતાં તમામ કર્મચારીઓને હેમખેમ બહાર(employees were evacuated due to fire) કાઢી લેવામાં આવ્યા હતા.

આ ઘટનાની ગંભીરતા જોતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. જેને પગલે વલસાડ જિલ્લાના છ તાલુકામાંથી 7 જેટલા ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આ પણ વાંચો:Fire in Surat: સુરતમાં એપાર્ટમેન્ટ પર આવેલા મોબાઇલ ટાવરમાં ભીષણ આગ લાગી

ભીષણ આગને પગલે મેજર કોલ જાહેર કરાયો -અતુલ કંપનીમાં લાગેલી ભીષણ આગને પગલે ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા તંત્ર દ્વારા મેજર કોલ જાહેર(Major call declared district system) કરવામાં આવ્યો છે જેને પગલે જિલ્લાના છ તાલુકામાં વલસાડ પારડી અતુલ વાપી પારડી સરીગામથી દરેક ફાયર વિભાગ માંથી સાતથી આઠ જેટલી ફાયર ફાઈટર અતુલ કંપનીને આગને કાબૂમાં લેવા માટે પહોંચી છે અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે જો કે કેમિકલ કંપની હોવાને લઈને સાથે સાથે ફોમનો મારો પણ અહીં ચલાવવામાં આવી રહ્યો હતો.

અતુલ કંપનીના પૂર્વ બાજુના પ્લાન્ટમાં આજે બપોરે કોઈ અગમ્ય કારણસર આગ પકડી લેતા કંપનીમાં રાખેલા કેટલો સામાન આગમાં સ્વાહ થઈ ગયો હતો.

અતુલ કંપનીમાં પૂર્વ બાજુમાં લાગેલી આગનું કારણ હજુ અકબંધ -અતુલ કંપનીના eastside પ્લાન્ટમાં લાગેલા આગના પગલે દોડધામ મચી છે જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ આજે એટલી પ્રબળ અને ભીષણ દે કે આકાશમાં ઊંચે એકથી દોઢ કિલોમીટર દૂર સુધી આગના ધુમાડા જોઈ શકાતા હતા જેને પગલે ભીષણ આગ હોવાનું જાણવા મળી રહ્યું છે તો આસપાસના વિસ્તારમાં લોકોમાં પણ આગને લઈને ફફડાટ ફેલાયો હતો.

આ પણ વાંચો:Fire in Vadodara : કારેલીબાગના મહાલક્ષ્‍મી કોમ્પલેક્સમાં શોર્ટસર્કિટથી દુકાનો થઇ ગઇ ભસ્મીભૂત

જિલ્લા ડેપ્યુટી કલેક્ટર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો -અતુલ કંપનીમાં લાગેલી આગની(fire in Atul Company ) ઘટનાને પગલે ઘટનાની ગંભીરતા જોતા વલસાડ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર(Deputy Collector of Valsad District) તેમજ વલસાડ જિલ્લા પોલીસનો કાફલો ઘટના(Valsad district police teams) સ્થળે પહોંચી ફાયર ફાઈટરના આવવા જવાના તમામ માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા હતો. તેમજ લોકોને ઘટનાસ્થળેથી દૂર રાખવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની ટીમ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details