વલસાડ: જિલ્લાના ધરમપુર નજીકમાં આવેલા વાંકલ ફલધરા માર્ગ ઉપર આજે બપોરે એક CNG કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે સમય સુચકતા વાપરી ચાલક બહાર નીકળી જતા જાનહાની ટળી ગઈ હતી.
ધરમપુરના વાંકલ રોડ ઉપર CNG કારમાં ભીષણ આગ
વલસાડના ધરમપુર નજીકમાં આવેલા વાંકલ ફલધરા માર્ગ ઉપર CNG કારમાં આગ લાગતા બળીને ખાખ થઇ ગઇ હતી. જે કાર ચાલકની સમય સૂચકતાના કારણે તેનો આબાદ બચાવ થયો હતો.
fire
કાર ચાલક વાઘદરડા ગામનો વતની હતો. જે ધરમપુર તરફ જઈ રહ્યો હતો, ત્યારે આ ઘટના બની હતી. ફલધરા વાંકલ માર્ગ ઉપર આજે બપોરે વાઘદરડા ગામથી મારુતિ વાન લઈ કામ અર્થે ધરમપુર તરફ જતા યુવકની કારમાં અચાનક ધુમાડો નીકળતો દેખાતા, સમય સુચકતા વાપરી કારને રોડની બાજુમાં મૂકીને દૂર ઉભો રહી ગયો હતો.
કારમાં અચાનક આગ પકડી લેતા જોત જોતામાં આખી કાર આગની લપટોમાં આવી ગઈ હતી અને સ્થાનિકો હજુ કાઈ સમજે તે પૂર્વે જ આખી કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી.