ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના સરીગામમાં કલર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો - fire brokenews

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ GIDCમાં કલર બનાવતી સેવન ઈલેવન કંપનીમા ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. આ આગને બુઝાવવા ઉમરગામ, વાપી સહિતના ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ આ આગ પર કાબૂ મેળવાઈ ગયો છે. આગમાં કંપનીમાં તૈયાર પ્રોડક્ટ ખાખ થઈ છે, પરંતુ કોઈ જાનહાની થઈ હોવાની વિગતો સામે આવી નથી.

valsad
વલસાડ

By

Published : Aug 27, 2020, 10:22 AM IST

  • સરીગામ GIDCમાં કલર બનાવતી સેવન ઈલેવન કંપનીમા લાગી ભીષણ આગ
  • આગમાં કંપનીમાં તૈયાર પ્રોડક્ટ બળીને ખાખ
  • ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

વલસાડ: જિલ્લાના સરીગામ ઔદ્યોગિક વસાહતમાં આવેલ સેવન ઇલેવન નામની કલર કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ આગ લાગવાની જાણ સરીગામ ફાયર વિભાગને કરતા સરીગામ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતાં. જો કે, કંપનીમાં મોટાપાયે જ્વલનશીલ ગણાતા સોલ્વન્ટનો જથ્થોનો નાશ થતા આગ વધુ પ્રસરી હતી.

વલસાડના સરીગામમાં કલર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

આ પણ વાંચો:સાંતલપુરના ચારણકા સોલર પાર્કની GPCC કંપનીમાં આગથી કરોડોનું નુકસાન

વિકરાળ આગને બુઝાવવા ઉમરગામ અને વાપીથી પણ ફાયર ફાઇટરો બોલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતાં. ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું હતું, તો આગમાં કોઈ જાનહાની વિગતો સામે આવી નથી, પરંતુ અગમ્ય કારણોસર લાગેલી આગમાં કરોડોની નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો : વલસાડની અબ્રામા GIDCમાં આગ, કોઈ જાનહાની નહીં

ABOUT THE AUTHOR

...view details