ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપી GIDCમાં કેમિકલ કંપનીમાં લાગી આગ - HRD કેમિકલ એન્ડ ટ્રેડિંગ કંપની

વાપી GIDCમાં આવેલા HRD કેમિકલ એન્ડ ટ્રેડિંગ કંપનીમાં અજાણ્યા કારણોસર આગ લાગી હતી. કંપનીના ગોડાઉનમાં રહેલા સોલ્વન્ટના ડ્રમમાં આ આગ લાગી હતી. આગની વિકરાળ જ્વાળાને કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાયો છે.

HRD Chemical & Trading Company
HRD Chemical & Trading Company

By

Published : Mar 13, 2021, 4:25 PM IST

  • વાપી GIDCની HRD કેમિકલ એન્ડ ટ્રેડિંગ કંપનીમાં લાગી આગ
  • ગોડાઉનમાં રહેલા સોલ્વન્ટના ડ્રમમાં ભીષણ આગ
  • આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવાયો

વલસાડ : વાપી GIDCમાં 3rd ફેઝમાં આવેલી HRD કેમિકલ એન્ડ ટ્રેડિંગ કંપનીમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીના ગોડાઉનમાં રહેલા સોલ્વન્ટના ડ્રમમાં અચાનક આગ લાગતા 16 ફાયર ટેન્ડરને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ આગમાં કંપની ઉપરાંત કંપની બહાર પાર્ક વાહનો પણ આગના લપેટામાં આવી ગયા છે.

વાપી GIDCમાં કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ

આ પણ વાંચો -થાણેની એક કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, જાનહાની ટળી

વલસાડથી ફાયરના વોટર બ્રાઉઝરને ફોમ સાથે મંગાવાયા

આગ પર કાબૂ મેળવવા માટે વાપી નોટિફાઇડ, વાપી નગરપાલિકા ઉપરાંત દમણ અને સેલવાસ અને વલસાડથી ફાયરના વોટર બ્રાઉઝરને ફોમ સાથે મંગાવવામાં આવ્યા હતા. આ આગ પર કાબૂ મેળવવા માટે પાણી સાથે ફોમનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જો કે આગની વિકરાળ જ્વાળાને કારણે સોલ્વન્ટમાં લાગી હોવાથી અંદાજીત 4 કલાક બાદ પણ આગ પર કાબૂ મેળવી શકાયો નથી.

વાપી GIDCની HRD કેમિકલ એન્ડ ટ્રેડિંગ કંપનીમાં આગ
આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવ્યો

આ પણ વાંચો -વાપીમાં આગ લાગતા ભંગારના 7 ગોડાઉન બળીને ખાખ

આગ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

ઉલ્લેખનીય છે કે, આગની ઘટનામાં કંપની પરિસરમાં પાર્ક વાહનો પણ બળીને ખાખ થયા છે. કોઈ જાનહાનિ નોંધાઇ નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. હાલ આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગ દ્વારા પ્રયાસો ચાલી રહ્યા છે.

કંપની બહાર પાર્ક વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા

આ પણ વાંચો -વડોદરાના મોતીપુરામાં ટીસ્યુ બનાવતી કંપનીમાં ભીષણ આગ

ABOUT THE AUTHOR

...view details