વાપી GIDCની કંપનીમાં આગ લાગતાં એક કર્મચારીનું મોત - વલસાડના તાજા સમાચાર
વાપી GIDCના થર્ડ ફેઝમાં આવેલી વન્ડર પોલીમર્સ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં કંપનીમાં કામ કરનારા એક કર્મચારીનું દાઝી જવાથી મોત થયું હતું.
વાપી GIDC કંપનીમાં લાગી આગ, એક કર્મચારીનું મોત
વલસાડ: મંગળવારે સવારે 5 વાગ્યે વાપી GIDCમાં વન્ડર પોલીમર્સ નામની કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેમાં એક કર્મચારીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આગની ઘટના બનતાં વાપી નોટિફાઇડ ફાયરને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરના જવાનોએ પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. તે દરમિયાન આગની જ્વાળાથી બાજૂમાં આવેલી કંપનીમાં નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત વન્ડર પોલીમર્સ કંપનીમાં તમામ માલ-સમાન બળીને ખાખ થયો હતો.