ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ ગુંદલાવ GIDCમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ લાગતા દોડધામ - ગુંદલાવ GIDC

વલસાડ નજીક આવેલી ગુંદલાવ GIDCમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં શનિવારે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આકાશમાં ઉંચે સુધી દેખાતા ધુમાડાના ગોટેગોટાને જોતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

વલસાડ ગુંદલાવ GIDCમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ લાગતાં દોડધામ
વલસાડ ગુંદલાવ GIDCમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ લાગતાં દોડધામ

By

Published : Nov 14, 2020, 1:02 PM IST

  • વલસાડ ગુંદલાવ GIDCમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં લાગી આગ
  • આકાશમાં ઉંચે સુધી દેખાતા ધુમાડાના ગોટેગોટાને જોતા આસપાસના લોકોમાં ભયનો માહોલ
  • ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટનાસ્થળે
  • કંપનીના વર્કરો રજા પર હોવાથી કોઈ જાનહાની નહીં

વલસાડઃ શહેર નજીક આવેલી ગુંદલાવ GIDCમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં શનિવારે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આકાશમાં ઉંચે સુધી દેખાતા ધુમાડાના ગોટેગોટાને જોતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા વલસાડ ફાયરની ચાર ગાડીઓ આગને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. કંપનીના વર્કરો રજા પર હોવાથી કોઈ જાનહાનીના સમાચાર નથી.

આગનું કારણ અકબંધ

ધમડાચી પીરૂ ફળિયામાં આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. આ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. અચાનક લાગેલી આગે જોત-જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને પગલે આગની જ્વાળામાં કંપનીનો મોટો ભાગ આવી જતા આગ વધુ ફેલાઈ હતી.

વલસાડ ગુંદલાવ GIDCમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ લાગતાં દોડધામ
આગને કાબૂમાં લેવા માટે 4 જેટલી ફાયરની ગાડીઓ ઘટનાસ્થળેગુંદલાવ GIDCમાં આવેલી દાણા બનાવતી કંપનીમા સવારે લાગેલી ભીષણ આગને પગલે આસપાસના લોકોએ વલસાડ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. જેને પગલે ફાયરના ચાર જેટલા વાહનો આગને કાબૂમાં લેવા માટે ગુંદલાવ GIDC સુધી દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.શોર્ટ-સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાનગુંદલાવ GIDCમાં આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી આ કંપનીમાં સવારે લાગેલી આગને પગલે આગનું કારણ જાણવા માટે લોકો અનેક અનુમાનો લગાવી રહ્યા છે. જે પૈકી શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ લગાવી રહ્યા છે.દિવાળીના દિવસે જ બની આગની ઘટનાએક તરફ હાલમાં આજે દિવાળીનો તહેવાર છે અને બીજી તરફ કંપનીમાં દિવાળીના દિવસે જ આજની ઘટના બની છે. કહેવાય છે કે, દિવાળીનો તહેવાર દીપ ઉત્સવની ઉજવણી છે, પરંતુ અહીં તો આ દીપ ઉત્સવની ઉજવણી આંખમાં હોય એવું કંપનીના સંચાલકો માની રહ્યા છે. તેમને દિવાળીના દિવસે જ કંપનીમાં આગ લાગતા નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details