વલસાડઃ જિલ્લાના પારડીમાં દમણી ઝાપા વિસ્તારમાં એક રૂમમાં ધાર્મિક ટ્યુશન શરૂ કરાયું હોવાની સ્થાનિક લોકોને જાણ થતાં સ્થાનિકો જોવા ગયા હતા, જ્યા ૨૦ જેટલા મુસ્લિમ બાળકો કોઈપણ પ્રકારના સોશ્યલ ડિસ્ટન્સ વગર અને માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા હતા.
મૌલાનાએ ઘરમાં શિક્ષણ આપવાનું શરૂં કર્યું
- 20 બાળકોને મદ્રેસા માટે બોલાવાયા
- સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો
- સ્થાનિકોએ પોલીસને જાણ કરી
- કલેક્ટરના જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ
આ ઉપરાંત મૌલાના પણ માસ્ક વગર બાળકોને ભણાવી રહ્યાં હોવાનું જણાઇ આવ્યું હતું. એક તરફ જ્યાં વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં કોઈપણ પ્રકારના શિક્ષણ કે ટ્યુશન ક્લાસને મંજૂરી આપી નથી, પરંતુ તેમ છતાં નાના બાળકોને ભેગા કરીને વૃદ્ધ મૌલાના દ્વારા મદ્રેસા શરૂ કરી દેવાતા લોકો પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. લોકોએ આ બાબતની જાણ પારડી પોલીસને કરી હતી.