વાપી:ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ફરી એકવાર પારડી વિધાનસભાના(pardi assembly seat) ધારાસભ્ય કનુભાઈ દેસાઈને(cabinet minister kanu desai) નાણાં-ઉર્જા અને પેટ્રોકેમિકલ્સનો હવાલો સોંપ્યા બાદ શુક્રવારે કનુભાઈ દેસાઈ વાપી (kanu desai mla bjp pardi assembly seat)આવ્યાં હતા. જ્યાં પારડી-વાપીના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું(kanu desai grand welcome in vapi) હતું. સ્વાગત કાર્યક્રમમાં કનુભાઈએ (kanu desai mla bjp pardi assembly seat)આ જીત અપાવવા બદલ સૌનો આભાર માની હવે 2024ની તૈયારીમાં લાગી જવા આહવાન કર્યું હતું.
ફટાકડા ફોડી કનુભાઈનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું:ગુજરાત વિધાનસભામાં ભાજપે જંગી લીડ સાથે વિજય મેળવ્યો છે. જે બાદ ફરી એકવાર ભુપેન્દ્ર પટેલની સરકારમાં વલસાડ જિલ્લાની પારડી બેઠકના ધારાસભ્ય કનુભાઈ દેસાઈને નાણાં-ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો હવાલો સોંપાયો છે. કેબિનેટ પ્રધાન બન્યા બાદ કનુભાઈ શુક્રવારે વાપીમાં આવ્યા હતાં. વાપીમાં ભાજપના કાર્યકરો, તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રમુખ, પ્રતિનિધિઓએ ફટાકડા ફોડી વિવિધ ભેટ સોગાદ આપી કનુભાઈનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચોહવે પાટીલ કરશે દેશસેવા, કટલરીની લારી ચલાવનારા પુત્રએ સોશિયલ મીડિયાના સહારે પાસ કરી NDAની પરીક્ષા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી મોટું મેન્ડેટ આપ્યું છે:કાર્યકરોએ આપેલા અભિનંદન બાદ કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પાર્ટીના કાર્યકરોએ અને ગુજરાતની જનતાએ ભાજપના 27 વર્ષના શાસનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી મોટું મેન્ડેટ આપ્યું છે. જેને દરેક કાર્યકર ગંભીરતાથી લે તે જરૂરી છે. લોકોએ જે અપેક્ષા ભાજપ પર રાખી છે તે અપેક્ષા પરિપૂર્ણ કરવાનું આ મોટું અભિયાન છે. જેના માટે ભાજપે તૈયારી કરી લીધી છે. કનુભાઈ દેસાઈએ કાર્યકરોને આહવાન કર્યું હતું કે હવે અત્યારથી જ 2024ની તૈયારીમાં લાગી જવાનું છે. પ્રજાએ મુકેલ વિશ્વાસને પરિપૂર્ણ કરવાનો છે.