વલસાડ : વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના (World Tribal Day 2022) ભાગ રૂપે આજે નાણાપ્રધાન કનુ દેસાઈએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, આદિવાસી વિસ્તારમાં જ્યાં નેટવર્ક નથી, એવા ક્ષેત્ર માટે ગુજરાત સરકારે હાલના બજેટમાં 500 જેટલા મોબાઈલ ટાવરો મુકવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત, ધરમપુર સર્પદંશની સારવાર (Assistance to snake bite victims) માટે જાણીતું છે, જ્યાં સર્પદંશના કારણે ભોગ બનેલા દર્દીઓને સરકાર દ્વારા સહાય આપવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી, જે સહાય માટે બજેટમાં દરખાસ્ત મુકાઈ છે. ટુંક સમયમાં દરખાસ્ત ફળશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો :World Tribal Day 2022: આદિવાસીઓના અપ્રતિમ બલિદાનને દેશ ક્યારેય ભૂલશે નહીં
40 ગામો નેટવર્ક વિહોણા :ધરમપુરમાં પૂર્વ પટ્ટીમાં આવેલા 40 ગામો હનુમંતમાળથી ઉપરના ભાગે આવેલા ગળી, બીલધા, ગનવા ,જેવા મોટાભાગના ગામો નેટવર્કનો અભાવ હોવાને પગલે જ્યારે કોરોના કાળ દરમિયાન, વિધાર્થીઓને અને શિક્ષકોને ઓનલાઈન શિક્ષણ માટે ખૂબ મુશ્કેલી પડી હતી. આજે પણ 40 ગામોમાં નેટવર્ક સુધ્ધાં નથી. આથી, આ વિસ્તારમાં મોબાઈલ રમકડાં બની જાય છે, ત્યારે આજે કનુ દેસાઈએ જાહેરાત કરી હતી. તેણે કહ્યું કે, બજેટમાં 500 નવા ટાવરો ઉભા કરવામાં માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, ટૂંક સમયમાં ટાવર ઉભા કરવામાં આવશે.