વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકાના તલવાડા ગામ ખાતે નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા લક્કી પ્લાય એન્ડ લેમીનેટ્સ કંપનીમાં શનિવારે રાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠી છે. આ આગમાં લાખો રૂપિયાની પ્લાય બળીને ખાખ થઈ હતી.
ભિલાડ નજીક પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખોની પ્લાય બળીને ખાખ
મળતી માહિતી મુજબ કંપનીમાં લોકડાઉન દરમિયાન મોટા પ્રમાણમાં પ્લાયનો તૈયાર જથ્થો અને કાચું રોમટિરિયલ હતું. જેમાં અગમ્ય કારણોસર આગ લાગતા આખી કંપની ભડભડ સળગી ઉઠી હતી.
ભિલાડ નજીક પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખોની પ્લાય બળીને ખાખ આગની વિકરાળ જ્વાળાને કારણે આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. પ્લાયની કંપની ટાઈમેક્સ ડોર અને ટાઈમેક્સ પ્લાયવુડ નામે પ્લાય બનાવે છે. જેનો મોટો જથ્થો કંપનીમાં છે. જેમાં આ આગ લાગી હતી. આગને બુઝાવવા ઉમરગામ, સરીગામ, વાપીથી ફાયર ફાયટરોની બોલાવવામાં આવ્યા છે, પરંતુ આગની વિકરાળ જ્વાળાને હજુ સુધી કાબૂમાં લઈ શક્યા નથી.
આ ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ, કંપની સંચાલકોએ કંપનીમાં કામ કરતા પ્રવાસી કામદારોને વતન મોકલવામાં આનાકાની કરી હોય તે અંગેનો ખાર રાખી કંપનીના જ કોઈ કામદારે આ આગ લગાડી છે. જેમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ લોખોની પ્લાય બળીને ખાખ થઈ છે.