ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડઃ પારડીની ગીતાંજલી પેપર પ્રોડક્ટમાં ભીષણ આગથી દોડધામ - જીઆઇડીસી

વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલી GIDCમાં પેપર પ્રોડક્ટ બનાવતી કંપનીમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી, પરંતુ લાગેલી આગને પગલે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં પાંચ જેટલા ફાયરના વાહનો ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરી હતી.

Gitanjali paper product
પારડીની ગીતાંજલી

By

Published : Jul 11, 2020, 1:25 PM IST

પારડીની ગીતાંજલી પેપર પ્રોડક્ટમાં ભીષણ આગ

આગને પગલે લોકોમાં ભયનું વાતાવરણ

પાંચ જેટલા ફાયરના વાહનો ઘટના સ્થળ પર

આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ

વલસાડ: પારડીના બાલદા ખાતે આવેલા GIDC ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ગીતાંજલી પેપર પ્રોડક્ટ કંપનીમાં શનિવારના સવારે કોઇ અગમ્ય કારણસર આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. પેપર પ્રોડક્ટ્સ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે આસપાસના વિસ્તારમાં મુકેલો અનેક માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

પારડીની ગીતાંજલી પેપર પ્રોડક્ટમાં ભીષણ આગ લગતા મચી દોડધામ

આ આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી જોવા મળી રહી હતી. મહત્વનું છે કે, આ ઘટનામાં કોઈ જાનહાની બની ન હતી, પરંતુ ભીષણ આગને કારણે સંચાલકો દ્વારા પોલીસને તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફાયરના પાંચ જેટલા વાહનો ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી આગને કાબૂમાં લેવા માટે કવાયત હાથ ધરી હતી.

મહત્વનું છે કે, જીઆઇડીસી વિસ્તારમાં આવેલી આ કંપનીમાં આગને કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, આગ લાગવાનું કારણ શું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી.

ABOUT THE AUTHOR

...view details