વલસાડ: વાપી GIDCમાં ફોર્થ ફેઈઝમાં આવેલ મિકાસ ઓર્ગેનિક્સ કંપનીમાં મંગળવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. એક તરફ વરસાદ વરસતો હતો. આવા સમયે જ કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગ્યા બાદ કંપની દ્વારા વાપી નોટિફાઇડ અને નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયરના જવાનો તાત્કાલિક કંપની પર પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતાં.
વાપી GIDCની મિકાસ ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ - fire in Vapi
મંગળવારની રાત્રે એક તરફ વાપીમાં ધોધમાર વરસાદ વરસતો હતો, ત્યારે આવા વરસાદી માહોલમાં વાપી GIDCમાં આવેલા મિકાસ ઓર્ગેનિક્સ નામની કંપનીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને આ વિસ્તારમાં ધોડધામ મચી હતી.
વાપી GIDC
વરસાદી માહોલમાં પણ આગનું વિકરાળ સ્વરૂપ જોતા ફાયરના 7થી વધુ ફાયર ટેન્ડર બોલાવી આગ પર પાણી અને ફોમનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ લાગવાનું કારણ હાલ અકબંધ રહ્યું છે. તેમજ આગમાં જાનહાની નુકસાની ટળી હતી, પરંતુ કંપનીમાં રહેલ મશીનરી સહિત તૈયાર પ્રોડક્ટ આગમાં સ્વાહા થઈ હતી.