ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં કોરોના ગાઈડલાઈન સાથે કરાઈ ધુળેટીની ઉજવણી - dhuleti festival news

હોળી એ રંગોનું પર્વ છે. આ દિવસે દરેક મુખ્ય માર્ગો પર, શેરીઓમાં, મહોલ્લામાં લોકો એકબીજાને કલરથી રંગી આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે છે. વાપીમાં આ વખતે કોરોનાના કહેર વચ્ચે અબાલ-વૃદ્ધ સૌએ કોરોના ગાઈડલાઈનનું પાલન સાથે પાણીનો બચાવ કરી કોરોનાથી ડર્યા વિના ઉમળકાભેર રંગોના પર્વની ઉજવણી કરી હતી.

વાપી
વાપી

By

Published : Mar 29, 2021, 4:16 PM IST

  • રંગોના પર્વની વાપીમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી
  • યુવાનોએ પ્રાકૃતિક કલર અને પાણીના બચાવ સાથે પર્વની ઉજવણી કરી
  • કોરોના ગાઈડલાઈનનું પાલન કરી રંગોત્સવ ઉજવ્યો

વાપી : હોળી પર્વ દરમ્યાન વાપીની બજારોમાં, સોસાયટીઓમાં, શેરીઓમાં મોટી સંખ્યામાં યુવાનો એકબીજા પર કલર ઉડાડી આ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે. આ વર્ષે કોરોના કહેરને ધ્યાને રાખી ધૂળેટીનું પર્વ નહિ ઉજવવા સરકારી આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. જો કે તેમ છતાં યુવાનોએ અને બાળકોએ રંગોત્સવનો આનંદ માણ્યો હતો. યુવાનોએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં દરેકે પોતાના ધાર્મિક તહેવારો તો ઉજવવા જ જોઈએ.

વાપીમાં ધુળેટીની ઉજવણી

આ પણ વાંચો:વલસાડની બજારમાં રંગ અને પિચકારી લેવા આવતા ગ્રાહકોની પાંખી હાજરી

પ્રાકૃતિક કલરથી ધુળેટી પર્વની મજા માણી

વાપીના મુખ્ય રસ્તાઓ પર યુવાનોએ, બાળકોએ કલરની ખરીદી કરી એકબીજાને રંગબેરંગી કલરથી રંગ્યા હતાં. કોઈને નુકસાન ન થાય, પાણીનો બગાડ ન થાય, કોરોનામાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાય તે રીતે સૌ કોઈએ પ્રાકૃતિક કલરથી ધુળેટી પર્વની મજા માણી હતી. ટૂંકમાં કોરોના વાયરસનો ડર રાખ્યા વિના અબાલ-વૃદ્ધ સૌ કોઈએ રંગોત્સવનો આનંદ માણ્યો હતો. સાથે જરૂરી સાવચેતી પણ રાખી હતી.

આ પણ વાંચો: હોળીને સ્પેશિયલ બનાવવા આ ગીતને તમારા પ્લે લિસ્ટમાં શામેલ કર્યા કે નહીં...?

ABOUT THE AUTHOR

...view details