RBIના નિયંત્રણોને કારણે PMC બેન્કના ડિપોઝિટરોમાં ધમાચકડી મચી ગઈ છે. મુંબઈની અંધેરી પૂર્વ સ્થિત PMC બેન્કની શાખા સામે ગ્રાહકોની મોટા પ્રમાણમાં ભીડ જમા થઈ રહી છે. તો તે સાથે વાપીમાં આવેલી શાખા ખાતે પણ છેલ્લા બે દિવસથી ભીડ જોવા મળી રહી છે. પોતાની ડિપોઝિટો બાબતે ખાતાધારકો ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.
વાપીની PMC બેન્ક બહાર ખાતેદારોની ભીડ, બેન્ક બંધ થવાની ભીંતિએ લોકો પૈસા ઉપાડવા ઉમટ્યા - PMC બેન્ક ન્યૂઝ
વાપી: મુંબઈમાં પોતાનું હેડક્વોર્ટર ધરાવતી PMC (પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ મલ્ટીસ્ટેટ) બેન્કની વાપીમાં આવેલી શાખા ખાતે મંગળવારે વહેલી સવારથી જ ખાતેદારોની ભીડ જામી હતી. ખાતેદારો ધોમધખતા તાપમાં પણ બેન્ક બહાર લાઇન લગાવી બેન્કના ખાતામાંથી પોતાના પૈસા ઉપાડી રહ્યા છે. આ અંગે ખાતેદારોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો કે, બેન્કમાં સેલરી એકાઉન્ટ છે. જેમાં જેમતેમ કરીને બચત બચાવી છે. જ્યારે ઓફિસરે બેન્ક ડૂબી નથી અને તમામના પૈસા સલામત હોવાનું જણાવ્યું હતું.
Vapi
PMC બેન્કની વાપીની શાખામાં 6 હજાર એકાઉન્ટ છે. જેમાં મોટાભાગના એકાઉન્ટ ઔદ્યોગિક વસાહતમાં કામ કરતા કામદારોના છે. જ્યારે 100 એકાઉન્ટ બિઝનેસ ક્લાસના છે. જેમાંથી 20 એકાઉન્ટ હાલ ક્લોઝ થઈ ગયા છે. લોકો ગભરાઈને રોજેરોજ લાંબી કતારો લગાવી પોતાના પૈસા ઉપાડી રહ્યા છે. જેમાં કેટલાક FD તોડીને પણ પૈસા ઉપાડી રહ્યા છે.