વલસાડ : જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા નાની વહિયાળ ગામે ધરમપુરના રાજા વિજયદેવજીએ ૧૦૨ વર્ષ પૂર્વે બનાવવામાં આવેલો ભવ્ય મહેલ આજે જર્જરિત હાલતમાં છે અને આ મહેલ હાલ સેંકડોની સંખ્યામાં માટે રહેવા માટેનું એક નિવાસ્થાન બન્યું છે.
ધરમપુરમાં આવેલા 102 વર્ષ જુના મહેલમાં ચામચીડિયાના વસવાટથી લોકોમાં ભયનો માહોલ - રાજાનો મહેલ
સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારી ચીનમાં ચામાચીડિયામાંથી ફેલાયો હોવાનું વૈજ્ઞાનિકો માની રહ્યા છે. ત્યારે તેવા સમયમાં વલસાડના ધરમપુર ખાતે નાની વહિયાળ ગામે રાજા વિજયદેવજીએ બનાવેલા ૧૦૨ વર્ષ જૂના જર્જરિત મહેલમાં સેંકડોની સંખ્યામાં ચામાચીડિયા હોવાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. લોકોનું માનવું છે કે, જો ચામાચીડિયામાંથી કોરોના ફેલાયો હોય તો અહીં પણ તે ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે. જેને લઇને આ તમામને દૂર કરવા માટે લેખિત મૌખિક રજૂઆતો પણ વહીવટી તંત્રને કરવામાં આવી છે.

આ રાજાના મહેલની છત ઉપર એટલી મોટી સંખ્યામાં ચામાચીડિયા છે કે સમગ્ર છત પણ ઢંકાઈ જાય છે. જોકે ચીનમાં ચામાચીડિયામાંથી કોરોના જેવી મહામારી ફેલાઈ હોવાની વાતો હાલ ચર્ચા બની છે, ત્યારે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કે, જો ચામાચીડિયામાંથી કોરોના ફેલાયો હોય તો ધરમપુરમાં પણ આ ઘટના બની શકે તેમ છે. જેને લઇને સ્થાનિકઓએ સરપંચ અને કેટલાક અગ્રણીઓએ મળી અહીંથી આ ચામાચીડિયાને દુર કરવા માટેની રજૂઆતો કરી છે.
મહત્વનું છે કે, કોરોનાની બીમારીને લઈે અનેક ચર્ચાઓ ચામાચીડિયા સાથે જોડાઈને આવી છે, ત્યારે સેંકડોની સંખ્યામાં મહેલમાં રહેતા ચામાચીડિયાને લઈને ગ્રામજનો અને અગ્રણીઓમાં હાલ તો એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.