- ધરમપુર સ્ટેટ હોસ્પિટલના પરિસરમાં બની ઘટના
- ઈલેક્ટ્રીક વીજતાર તૂટી પડતાં પિતા-પુત્ર દાઝી ગયા
- સિક્યુરિટી ગાર્ડની સતર્કતાને કારણે પિતા-પુત્ર બન્નેના જીવ બચ્યા
વલસાડ: તાલુકાના સારંગપુર ગામે રહેતા રણજીતભાઈ ચંદુભાઈ પટેલ તેમની પત્નીની બહેનનું ઓપરેશન ધરમપુર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હોવાથી તેની ખબર-અંતર કાઢવા માટે પોતાના પુત્ર 7 વર્ષીય બાળકને સાથે લઈ હોસ્પિટલમાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં કેટલાક કારણોસર તેમને બહાર બેસવાનું કહેવામાં આવતા પિતા-પુત્ર બન્ને હોસ્પિટલની બહાર ગેટની સામે મૂકવામાં આવેલા સિમેન્ટના બાંકડા ઉપર બેઠા હતા અને તેવા સમયે અચાનક દીવાલની પાછળ આવેલા ઇલેક્ટ્રિકના થાંભલા ઉપરથી એક જીવંત વીજતાર તૂટી પડ્યો અને સીધો રણજીતભાઈના પગના પાછળના ભાગે ચોંટી જતા પિતા-પુત્ર બન્નેને કરંટ લાગ્યો હતો. અચાનક બનેલી ઘટનાને પગલે બૂમાબૂમ થઈ હતી.
આ પણ વાંચો:સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે અચાનક જ છતનું પોપડું પડ્યું
સિક્યુરિટી ગાર્ડે જીવંત વીજતાર લાકડી વડે દૂર કરતા બન્નેના જીવ બચ્યા
અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા સ્થળ ઉપર પોતાની ફરજ બજાવી રહેલા સિક્યુરિટી ગાર્ડ દિલીપભાઈ હાથમાં લાકડી સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને પિતા પુત્રને કરંટ લાગેલો જોઈ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર લાકડી વડે શરીર સાથે ચોંટેલો જીવંત વીજતાર દૂર કર્યો હતો અને બાળકને એક બાજુ ખસેડી દીધું હતું. જેને લઇને પ્રથમ બાળક બચ્યું અને તે બાદ તેના પિતા રણજીતભાઈના શરીરે લાગેલો તાર દૂર કર્યા બાદ તેનો પણ જીવ બચી ગયો હતો. જો કે ઘટના બનતા રણજીતભાઈ બેહોશ થઈ ગયા હતા.
સિવિલ હોસ્પિટલના ગેટની સામે દીવાલને અડીને ઈલેક્ટ્રીકના વીજપોલ આવેલા છે