વલસાડ: પારડી તાલુકાના ડુમલાવ ગામે પારસી ફળિયામાં રહેતા હિતેન્દ્રભાઈ છોટુભાઈ પટેલ અને પુત્રી તેજલબેન પટેલ ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા ગયા હતા, ત્યારે અકસ્માતે વીજ કરંટ લાગવાની ઘટના બની હતી. જેમાં હિતેન્દ્રભાઈ ત્યાંજ બેભાન થઈ ગયા હતા. તેમની દીકરી તેજલને કરંટ લાગતાં ડાબા હાથમાં ગંભીર ઇજા પહોચી હતી, ત્યારબાદ પિતા-પુત્રી બંનેને ખાનગી વાહનમાં સારવાર માટે પારડી મોહનદયાળ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં હિતેન્દ્રભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
વલસાડઃ પારડીના ડુમલાવ ગામે પિતા-પુત્રીને વીજ કરંટ લાગતાં પિતાનું મોત - valsad news
પારડી તાલુકાના ડુમલાવ ગામે પારસી ફળિયામાં ખેતરમાં ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતી વેળાએ પિતા-પુત્રીને ઇલેક્ટ્રિક કરંટ લાગતા પિતા બેભાન થઈને સ્થળ ઉપર ઢળી પડ્યા હતા, ત્યારે પુત્રીને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે પિતાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પુત્રીને હાથના ભાગે ઇજા થતાં સારવાર હેઠળ છે.
પારડી તાલુકાના ડુમલાવ ગામે પિતા પુત્રીને વીજ કરંટ લાગતાં પિતાનું મોત
જ્યારે તેજલબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. આ ઘટના અંગે પારડી પોલીસને જાણ કરવામાં આવતા બીટ જમાદાર જગજીવનભાઈએ મૃતદેહનો કબ્જો લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. વીજ કરંટથી હિતેન્દ્રભાઈનું મોત નિપજતા પરિવાર જનોમાં શોકની લાગણી ફરી વળી હતી.
મહત્વનું છે કે, થોડા દિવસો અગાઉ જ પારડી તાલુકાના પરિયા ગામે એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના ઇલેક્ટ્રિક કરંટ લાગતા મોત થયા હતા. જેની શાહી હજુ સુકાઇ નથી, ત્યાં ફરી ડુમલાવ ગામે પારસી ફળિયામાં ઇલેક્ટ્રિક કરંટે એક પિતાનો ભોગ લીધો હતો.