વલસાડઃ સમગ્ર વિશ્વમાં પોતાની મીઠાશ માટે જાણીતું અને ફળોના રાજા તરીકે પ્રખ્યાત વલસાડની હાફૂસ કેરીના ખેડૂતો લોકડાઉનને પગલે ચિંતામાં મુકાયા છે. આંબાવાડીમાં કેરીનો પાક હવે 15 દિવસમાં ઉતારવા લાયક થઈ જશે, પણ સ્થિતિ એવી છે કે, લોકડાઉનને પગલે અન્ય રાજ્યોમાંથી કેરીની ખરીદી કરવા માટે આવતા વેપારી હમણાં આવી શકે તેમ નથી. સમગ્ર વિશ્વમાં પોતાની મીઠાશ માટે જાણીતું અને ફળોના રાજા તરીકે પ્રખ્યાત વલસાડની હાફૂસ કેરીના ખેડૂતો લોકડાઉનને પગલે ચિંતામાં મુકાયા છે. આંબાવાડીમાં કેરીનો પાક હવે 15 દિવસમાં ઉતારવા લાયક થઈ જશે, પણ સ્થિતિ એવી છે કે, લોકડાઉનને પગલે અન્ય રાજ્યોમાંથી કેરીની ખરીદી કરવા માટે આવતા વેપારી હમણાં આવી શકે તેમ નથી.
વલસાડમાં આંબાવાડી ધરાવતા ખેડૂતો મુકાયા ચિંતામાં - Corona in Gujarat
વૈશ્વિક મહામારી કોરોનાને કારણે લોકડાઉનને પગલે આંબાવાડીઓ ધરાવતો ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. આંબે લટકી રહેલો તૈયાર પાક હવે વેચવો ક્યાં? એ વેધક પ્રશ્ન દરેક ખેડૂત માટે ઉદભવી રહ્યો છે, શું સમગ્ર વિશ્વમાં તેની મીઠાસ માટે જાણીતી વલસાડી હાફૂસ કેરી ખાનારાના પ્લેટ સુધી પોહચશે ખરી કે, લોકડાઉનમાં ખેતરોમાં જ રહી જશે, આવી ચિંતાના વાદળો ખેડૂત આલમમાં જોવા મળી રહ્યા છે.
વલસાડમાં આંબાવાડી ધરાવતા ખેડૂતો મુકાયા ચિંતામાં
વિશ્વસ્તરે ફેલાયેલી બીમારી કોરોનાને કારણે કેરીનો પાક એક્સપોર્ટ પણ કરી શકાય એમ નથી, ત્યારે ખેડૂતો માટે "જાયે તો જાયે કહાં" જેવી સર્જાઈ છે. 15 દિવસમાં કેરીનો પાક માર્કેટમાં લાવવા માટે તૈયાર થઈ જશે, ત્યારે ખેડૂતો આશા રાખીને બેઠા છે કે, રાજ્ય સરકાર આંબાવાડીના ખેડૂતો માટે કોઈ વૈકલ્પિક માર્ગ કાઢી આપે.