ઉમરગામ: ખેતીવાડી અને આત્મા વિભાગના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં ગાય નિભાવ ખર્ચના મંજૂરીપત્રોનું રાજ્યપ્રધાન અને મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું. આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે ગુજરાત સરકારના ખેડૂતલક્ષી અભિગમની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, આપત્તિના સમયે ખેડૂતલક્ષી સહાય યોજનાના અમલ થકી રાજય સરકાર ખેડૂતોના પડખે ઊભી રહી છે. ખેડૂત જગતનો તાત છે અને તે ખેતીમાં સખત મહેનત કરી જગતને અન્ન પૂરું પાડે છે.
ઉમરગામ તાલુકાના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગેની જાણકારી અપાઇ વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનોના હાઇબ્રીડ બિયારણના વાવેતર થકી મબલખ પાક મેળવાના કારણે આપણે કૃષિ ક્ષેત્રે સ્વાવલંબી બન્યા છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને યોજનાઓની જાણકારી ન હોવાને કારણે તેઓ લાભ લઇ શકતા નથી, જે ધ્યાને રાખી મુખ્યપ્રધાને ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજનાઓ સહિત વિવિધ યોજનાકીય જાણકારી મળે તે માટે સતત પ્રયાસો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે મૃખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાગૃતિનો કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
ઉમરગામ તાલુકાના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગેની જાણકારી અપાઇ સમગ્ર ગુજરાતમાં 86 લાખ જેટલા નાના-મોટા અને સીમાંત ખેડૂતો છે. આ ઉપરાંત અંબાજીથી ઉમરગામ સુધી જંગલની જમીન ખેડતા 91 હજાર કરતાં વધુ આદિજાતિના લોકોને ખેડૂત બનાવી 1.49 લાખ એકર જમીન તેમના નામે કરી આપી છે.
ઉમરગામ તાલુકાના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગેની જાણકારી અપાઇ એક ઘરે એક ગાય ઉછેર કરે તેનું યોગ્ય પાલન કરે તો રાજય સરકાર દર મહિને નવસો રૂપિયાની સહાય આપે છે. જેનો લાભ લેવાની સાથે જમીન ફળદ્રુપ બનાવવા માટે ગાય આધારિત ખેતી કરી દેશી ખાતરનો ઉપયોગ પોતાની ખેતીમાં કરવા જણાવ્યું હતું.
ઉમરગામ તાલુકાના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગેની જાણકારી અપાઇ આ અવસરે વલસાડ કલેકટર, તાલુકા વિકાસ અધિકારી, ખેતીવાડી અધિકારી, પારડી ધારાસભ્ય સહિત જિલ્લાના અગ્રણી ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. વલસાડ કલેકટર આર. આર. રાવલે અને પારડી ધારાસભ્ય કનું દેસાઈએ પણ ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ અંગે ઉપયોગી માર્ગર્શન આપ્યું હતું.