પારડી તાલુકાના ડુમલાવ ગામે આજે પારસી ફળીયામાં ગ્રામ પંચાયત સભ્ય જીતેશભાઈ પટેલના ઘરે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પારડી તાલુકા બાગાયત વિભાગના મહિલા અધિકારી તેમજ GSFC ડેપોના પિંકી પટેલે ખેડૂતોને રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ અને ઓર્ગેનિક ખેતી અંગે માહિતી આપી હતી.
વલસાડમાં ખેડૂત સભામાં ઓર્ગેનિક ખેતી અને રાસાયણિક ખાતર અંગે જાણકારી અપાઇ - valsad news
વલસાડ: પારડી તાલુકાના ડુમલાવ ગામે પારસી ફળીયામાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં GSFC કંપની દ્વારા ઉપસ્થિત ખેડૂતોને રાસાયણિક ખાતર શું છે. તેનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો અને ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ એવી મહત્વની માહિતી આપી હતી.
પિંકીબેન પટેલેજણાવ્યું કે, જમીનની ફળદ્રુપતા વધુ પ્રમાણમાં ખાતરના ઉપયોગથી નાશ પામી રહી છે. સામાન્ય પણે જમીનનો ધાન્ય પાક માટેનો રેશિયો 4:2:1 જ્યારે પલસીસ માટે 1:2:1 હોવો જોઈએ પરંતુ હાલ આ રેશિયો રાસાયણિક ખાતરનો ઉપયોગ વધવાથી 11:3:1 પર પહોંચ્યો છે. એટલે કે, જ્યાં પહેલા 4 ટકા નાઇટ્રોજનની જરૂર હતી ત્યાં લોકો હવે 11 ટકા નાઇટ્રોજન જમીનમાં નાખતા થઈ ગયા છે. જેને લઇ જમીન નો રસ કસ જળવાય રહ્યો નથી અને તેની અસર ઉત્પાદન ઉપર પણ જોવા મળી રહી છે.
ખેડૂતોએ પણ GSFC ડેપોમાંથી આવેલા અધિકારી સાથે પ્રશ્નોત્તરી કરી માહિતી મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન ડુમલાવ ગામના મહિલા સરપંચ, ગ્રામ પંચાયત સભ્ય જીતેશભાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહીને ખેતીવાડી ઓર્ગેનિક ખેતી અંગે જાણકારી મેળવી હતી.