ગુજરાત

gujarat

ETV Bharat / state

સરોન્ડા ગ્રીન બેલ્ટમાં વિવાદિત જમીન પર ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ પાડી ફળાઉ ઝાડ કાપવા બાબતે ખેડૂતોની તંત્રને ફરિયાદ - valsad news

ઉમરગામ તાલુકાના સરોન્ડા ગામના ખેડૂતોએ પોતાની ખેતીની જમીનને લઈને વહીવટી તંત્ર સમક્ષ ફરિયાદ કરી છે. ફરિયાદ કરનાર ખેડૂતો છેલ્લા 34 વરસથી આ લડત લડી રહ્યા છે. જેમાં 34 વર્ષે વિવાદિત જમીન ખરીદનારા ઉદ્યોગપતિએ ખેડૂતોને તેની નીકળતી જમીન પરત આપવાની લાલચ આપી જમીન પર કબ્જો કરી લેતા ખેડૂતો ફરી બેવકૂફ બન્યાનો એહસાસ કરી રહ્યા છે.

4 ખેડૂત ખાતેદારોને જમીન આપવાની ખાતરી પાળી નહિ
4 ખેડૂત ખાતેદારોને જમીન આપવાની ખાતરી પાળી નહિ

By

Published : Apr 28, 2021, 10:21 AM IST

  • 34 વર્ષથી વિવાદિત જમીન પર ફળાઉ ઝાડ કાપી નાખ્યા
  • 4 ખેડૂત ખાતેદારોને જમીન આપવાની ખાતરી પાળી નહિ
  • ખેડૂતોએ આદિવાસી કમિશન સહિત વિવિધ મંત્રાલયમાં રજૂઆત કરી
  • ખેતી ધરાવતા ગ્રીનબેલ્ટમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટથી દહેશત

વાપી: વલસાડ જિલ્લામાં સરોન્ડા ગામને ગ્રીન બેલ્ટ ઝોન જાહેર કર્યો હોવા છતાં હાલમાં અહીં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ઉભા કરી તેને વેચાણની કાર્યવાહી હાથ ધરી છે. 18.5 એકરની આ જમીન 34 વર્ષથી વિવાદિત જમીન છે. સ્થાનિક ખેડૂતોની જમીન પર કબ્જો કરી ખેડૂતોને જમીન વિહોણા કરવાની ફરિયાદ ગામના ખેડૂતોએ કરી છે. હાલમાં આ જમીન પર લક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના માલિકોએ ખેડૂત ખાતેદારોને તેમની જમીન પરત આપવાની વાત કરી ફરી ગયા હોવાના મુદ્દે અને ફળાઉ ઝાડને વિના મંજૂરીએ કાપી નાખવા મામલે ખેડૂતોએ વનવિભાગ ફરિયાદ કરી છે.

34 વર્ષથી વિવાદિત જમીન પર ફળાઉ ઝાડ કાપી નાખ્યા

ખેડૂતોએ વન વિભાગમાં કરી ફરિયાદ

ઉમરગામના સરોન્ડા સહિત 6 જેટલા ગ્રામ્ય વિસ્તારને વર્ષોથી ગ્રીન બેલ્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સરોન્ડા ગામે 1986થી 4 આદિવાસી ખેડૂત ખાતેદારો તેમની જમીન પર પારેખ પોલટ્રી ફાર્મના માલિકે કબ્જો કરી લેતા તેની સામે કાયદાકીય લડત લડી રહ્યા છે. જોકે હાલમાં આ વિવાદિત જમીન હોવા છતાં સરીગામના એક ઉદ્યોગપતિએ અને તબીબે આ જમીન ખરીદી તેને ઇન્ડસ્ટ્રીયલ NA કરાવી 60 જેટલા પ્લોટ પાડી તેને વહેંચવાની તજવીજ હાથ ધરતા ખેડૂતોએ જમીન માલિકને પોતાની જમીન પરત આપવા અને તેના પર ઉગાડેલા ફળાઉ ઝાડ નહિ કાપવા રજૂઆત કરી હતી. જે રજૂઆતને માન્ય રાખ્યા બાદ જમીન માલિકે જમીન પર કબ્જો કરી ફળાઉ ઝાડ કાપી નાખતા અને ખેડૂતોને તેનો હક નહિ આપતા ખેડૂતોએ વન વિભાગમાં ફરિયાદ કરી છે.

આ પણ વાંચો:મહેસુલ વિભાગની ભૂલના કારણે જમીન વિહોણા બનેલા ગરીબ પરિવારે આપી આત્મવિલોપનની ચીમકી

GIDCના ઉદ્યોગકારો અને ડેવલોપર્સની નજર ફળદ્રુપ જમીન પર મંડાઈ

સરોન્ડા ગામ ગ્રીનબેલ્ટ ઝોનમાં આવે છે. અહીં મોટાભાગે આદિવાસી વસ્તી છે. જે ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે વાપી સરીગામ GIDCના કેટલાક ઉદ્યોગકારો અને ડેવલોપર્સની નજર ગામની ફળદ્રુપ જમીન પર મંડાઈ છે. જેમાં લક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના માલિકોએ ખેડૂતોની રજૂઆત બાદ જમીન માપણી કરાવી ખેડૂતોની નીકળતી જમીન પરત આપવા આશ્વાસન આપ્યું હતું. જમીન પર ઉભેલા ઝાડને હાલ પૂરતા કાપશે નહિ તેવી ખાતરી આપી હતી. જે ખાતરીને લક્ષ્મી એસ્ટેટના માલિકો ઘોળીને પી જતા ખેડૂતો બીજી વાર બેવકૂફ બન્યા હોવાનો એહસાસ કરી રહ્યા છે.

આદિવાસી ખેડૂતોને ખેતીની જમીન વિહોણા બનાવ્યા

સરોન્ડા ગામની આ જમીન આસપાસના સર્વે નંબર પર વર્ષ 1986થી પારેખ પોલ્ટ્રી ફાર્મના માલિકે એંક્રોચમેન્ટ કર્યું હતું. અને જમીન પર કમ્પાઉન્ડ કરી લેતાં આ જમીન આસપાસના આદિવાસી ખેડૂતો માટે આવવા જવાનો રસ્તો બંધ થયો હતો, જમીન વિહોણા બન્યા હતા. જે જમીન અંગે વર્ષ-2007માં જમીનના મૂળ માલિક આદિવાસી ખેડૂતોએ જનજાતિ મંત્રાલય, આદિજાતિ કમિશન અનુભાગ, નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રિબલ, આદિજાતિ કમિશન ગુજરાત, સહિત વલસાડ જિલ્લા વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરતા ખેડૂતોને તેની જમીન પરત અપાવવા આદેશ કર્યો હતો. તેમ છતાં તે જમીન ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ માટે વેચી વધુ એક વિવાદને જન્મ આપ્યો છે.

આ પણ વાંચો:વાસણા-ભાયલી રોડ પર આવેલી 5 જમીનો લઘુમતી કોમને વેચવામાં આવતા હિન્દુઓમાં રોષ

ગરીબ ખેડૂતોને મદદરૂપ થવાને બદલે ખેતી વિહોણા બનાવી રહ્યા છે

લક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના નેજા હેઠળ ઔદ્યોગિક ગાળા બનાવનારા અનિલ જૈન અને તબીબ ડો. નીરવ જૈન સામે ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે, ગરીબોની સેવા કરવાને બદલે ગરીબને પાયમાલ કરી રહ્યા છે. એક તરફ સરીગામમાં બિલ્ડરો, ઉદ્યોગપતિઓ સામે જમીનના મામલે RTI કરી તેમના વિરુદ્ધ ફરિયાદો કરી રહ્યા છે અને બીજી તરફ પોતે જ ખેતીની જમીન ધરાવતા ખેડૂતો સાથે અન્યાય કરી ખેતી આધારિત વિસ્તારને કેમિકલયુક્ત વિસ્તાર બનાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details