ગુજરાત

gujarat

વલસાડના ખેડૂતોએ CAAનું સમર્થન કર્યું

By

Published : Jan 2, 2020, 6:57 PM IST

વલસાડ: નાગરિકતા સુધારા કાયદો લાગુ થયા બાદ દેશના વિવિધ રાજ્યોમાં CAA કાયદાનો ભારે વિરોધ થઇ રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં સ્થળોએ લોકો કાયદાને સમર્થન પણ આપી રહ્યાં છે. વલસાડ જિલ્લામાં પણ આ કાયદાને સમર્થન આપવા જિલ્લાના ખેડૂતો આગળ આવ્યા છે. ગુરૂવારે ખેડૂતોએ આ કાયદાને સમર્થન આપી ભારત માતા કી જયના નારા સાથે આ કાયદો ભારતના લોકો માટે ખૂબ સારો ગણાવ્યો હતો.

ETV BHARAT
વલસાડ

થોડા સમય અગાઉ લોકસભામાં પાસ થયેલા CAA માટે અનેક રાજ્યોમાં તોફાનો ફાટી નીકળ્યા છે, તો કેટલાક સ્થળે શાંતિથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ વલસાડ જિલ્લાના ખેડૂતોએ આ કાયદા અંગે અભ્યાસ કરીને કાયદાને સમર્થન આપ્યું છે. ગુરૂવારે વલસાડ જિલ્લાના વડગામ ખાતે ખેડૂતોએ આ કાયદાનું સમર્થન કરી ભારત માતા કી જયના નારા બોલાવ્યા હતા.

વલસાડના ખેડૂતોએ CAAનું સમર્થન કર્યું

ખેડૂતોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લેવામાં આવેલું આ પગલું ખૂબ જ મહત્વનું અને અસરકારક છે, જે સામાન્ય જનતાએ સમજવું જોઈએ અને સમર્થન કરવું જોઈએ. વધુમાં ખેડૂતોએ કહ્યું કે, ગાડરીયા પ્રવાહમાં વહેવા કરતાં પહેલાં આ કાયદા અંગે સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ અને પછી વિરોધ નોંધાવવો જોઈએ.

વલસાડના ખેડૂતોએ કર્યું CAAને સમર્થન

ગુરૂવારે યોજાયેલા સમર્થન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details