ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીઝલના ભાવમાં વધારો થતાં વલડસાડના ખેડૂતોએ 50 ટકા સબસીડીની માગ કરી - વલસાડના ખેડૂતો

ગત એક અઠવાડિયાથી વધી રહેલા પેટ્રેલ-ડીઝલના ભાવની સીધી અસર ખેડૂતો પર પડી છે. જેથી ખેડૂતોને ડીઝલમાં 50 ટકા સબસિડી અપાવવા વલસાડના ખેડૂતો માગ કરી રહ્યા છે.

ETV BHARAT
ડીઝલના ભાવમાં વધારો ખતાં વલડસાડના ખેડૂતોએ 50 ટકા સબસીડીની માગ કરી

By

Published : Jun 30, 2020, 8:55 PM IST

વલસાડઃ સમગ્ર ભારતમાં 70 ટકાથી વધુ લોકો ખેતી ઉપર પોતાનું જીવન ગુજરાન ચલાવે છે અને ખેતીની પેદાશથી જ સમગ્ર દેશનું અર્થતંત્ર ચાલે છે. આમ છતાં આજે ખેડૂતોને અનેક સરકારી યોજનાના લાભથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. ગત એક અઠવાડિયાથી સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે તેની સીધી અસર ખેડૂતો ઉપર પડી છે.

ડીઝલના ભાવમાં વધારો ખતાં વલડસાડના ખેડૂતોએ 50 ટકા સબસીડીની માગ કરી

મોટાભાગે ખેતીમાં ટ્રેક્ટર જેવા સાધનોનો ઉપયોગ કરી ખેડૂતો પોતાનું ઉત્પાદન શહેર સુધી લઈ જતા હોય છે. આવામાં ડીઝલના ભાવ વધતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. જેથી સ્થાનિક ખેડૂતો માગ કરી રહ્યા છે કે, જે રીતે માછીમારોને ડીઝલના ભાવોમાં સબસિડી આપવામાં આવી રહી છે, એ જ રીતે ખેડૂતોને પણ ડીઝલમાં સબસિડી આપવામાં આવે.

ગત એક અઠવાડિયાથી વધી રહેલા સતત પેટ્રોલ-ડીઝલના ભાવોએ અનેક વ્યવસાય ઉપર અસર પહોંચાડી છે. પેટ્રોલ-ડીઝલમી કિંમતમાં વધારો થતાં ગાડી ભાડાના ભાવોમાં પણ વધારો થયો છે. જેથી જે-તે વસ્તુઓની કિંમતમાં પણ વધારો થયો છે.

ખેતીવાડીમાં ટ્રેક્ટર અને અન્ય સાધનોના ઉપયોગમાં મોટાભાગે પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ થતો હોય છે, ત્યારે આવા સમયે ડીઝલના ભાવ વધતાં ખેડૂતો ઉપર પડતા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

ઉલ્લેખનીય છે કે, ભારતનું અર્થતંત્ર ખેત પેદાશો પર ટક્યું છે. આમ છતાં સરકારે ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવનારી એક પણ યોજના અમલમાં મૂકી નથી. જેના કારણે હાલ ખેડૂત બિચારો પીસાઈ રહ્યો છે.

એક તરફ રાસાયણિક ખાતરોના ભાવ વધી રહ્યા છે. આ ઉપરાંત બિયારણો પણ મોંઘાં થયાં છે, ત્યારે આવા સમયે ડીઝલના ભાવ પેટ્રોલ કરતાં પણ મોંઘા થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જેથી સરકાર ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં રાખી ડીઝલમાં 50 ટકા સબસિડી આપવાની માગ ખેડૂતો કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વલસાડ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. જેથી ખેડૂતો ડાંગરના પાક માટેની તૈયારી કરી રહ્યા છે. આવા સમયે ખેતરોને ખેડવા માટે ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ડીઝલના ભાવોમાં વધારો થતાં ટ્રેક્ટરના એક કલાકના 750 રૂપિયા ભાડા પેટે ચુકવવા પડે છે. જે અગાઉ કલાકના માત્ર 400 રૂપિયા હતા.

ABOUT THE AUTHOR

...view details