- 2 મહિનાથી ગુજરાત કુદરતી માર સહન કરી રહ્યું છે
- કોરોના સાથે વાવઝોડાએ કર્યું ખેડુતોનું નુક્સાન
- વલસાડના ધારાસભ્યએ કરી વળતરની માગ
વલસાડ: છેલ્લા 2 મહિનાઓથી ગુજરાત કુદરતની માર સહન કરી રહ્યું છે. કોરોના સામે પહેલેથી જ લોકો લડી રહ્યા છે એવામાં બીજી કુદરતી આપદા વાવઝોડાએ ગુજરાતને ધમધોળ્યું છે. રાજ્યની સીમા પર આવેલું વલસાડ જિલ્લામાં વાવાઝોડાની વ્યાપક અસર થઈ છે. લોકોના ઘરોના છાપરા ઉડી જવા ઘર વખરી સામાનને નુકસાન થયું હતું તથા ઘરમાં જીવન નિર્વાહ માટે રાખેલા અનાજ ને પારાવાર નુકસાન થયું હતું .
70 ટકા કેરીના પાકને થયું વાવાઝોડાથી નુકસાન
જિલ્લાના ગરીબ અને સિમંત ખેડુતો કે જેઓ કુદરતી ખેતી પર નિર્ભર રેહતા હોય છે . તેમની આંબાવાડીઓમાં કેરીના પાકને મોટું નુકસાન થયું છે . વાવાઝોડાના કારણે કેરીનો પાક ખરી પડતા ખેડુતોનો 70 ટકા પાક નિષ્ફળ ગયો છે.