ગુજરાત

gujarat

ETV Bharat / state

શેરડીનું વાવેતર ઘટ્યું, દમણગંગા સુગર ફેકટ્રી સાથે ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવા ખેડૂતોની માગ - Food processing plant

વલસાડ જિલ્લાના ભિલોડ ખાતે 30 વર્ષ જૂની અને 130 એકરમાં પથરાયેલી "શ્રી દમણગંગા સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી" હજૂ સુધી કાર્યરત કરી શકાઇ નથી. તેના કારણે મોટાભાગના ખેડૂતો બાગાયત અને શાકભાજીની ખેતી તરફ વળી ચૂક્યા છે. ત્યારે આ પ્લાન્ટની જમીનમાં ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાની માગ કરાવામાં આવી છે.

dang
શેરડીનું વાવેતર ઘટ્યું ખેડૂતોની માગઃ 30 વર્ષથી બંધ પડેલી દમણગંગા સુગરની સાથે ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરો

By

Published : Sep 10, 2020, 2:12 PM IST

વલસાડઃ જિલ્લાના ભિલાડ ખાતે 30 વર્ષથી 130 એકરમાં પથરાયેલી "શ્રી દમણગંગા સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી" આ વર્ષે પણ કાર્યરત કરી શકાઇ નથી, ત્યારે હવે એક તરફ શેરડીનું વાવેતર ઘટ્યું છે તેથી ખેડૂતો બાગાયત અને શાકભાજીની ખેતી તરફ વળ્યા છે. ત્યારે આ પ્લાન્ટની જમીનમાં ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાની માગ બળવત્તર બની છે.

30 વર્ષ પહેલાં વલસાડમાં શેરડીનું મબલખ ઉત્પાદન થતું હતું. જે માટે વલસાડમાં વલસાડ સુગર અને નવસારીમાં ગણદેવી સુગર ફેકટ્રી કાર્યરત કરાઈ હતી. એ જ અરસામાં ભિલાડમાં પણ 130 એકરની કરોડોની જમીન પર "શ્રી દમણગંગા સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી"ની સ્થાપના કરી કરોડો રૂપિયાના ખર્ચે ફેકટ્રીરીનો શેડ તૈયાર કરાયો, મંડળીમાં ચેરમેન, વાઇસ ચેરમેન, ડિરેક્ટરો નીમ્યા અને ત્યારથી તેમની વચ્ચે ગજગ્રાહ શરૂ થયો હતો.

શેરડીનું વાવેતર ઘટ્યું ખેડૂતોની માગઃ 30 વર્ષથી બંધ પડેલી દમણગંગા સુગરની સાથે ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરો

જેના પ્રતાપે આજે 30 વર્ષ બાદ પણ દમણગંગા સુગર ફેકટ્રીમાં શેરડીનું પિલાણ શરૂ કરવાનુંં શક્ય બન્યું નથી અને મોટાભાગના ખેડૂતો બાગાયત અને શાકભાજીની ખેતી તરફ વળી ચૂક્યા છે. જેને લઈને આવનારા દિવસોમાં અહીં દૈનિક 1.250 ટન સુધીની શેરડીના પિલાણનો પ્લાન્ટ સ્થાપી બાકીની જમીન પર ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાની માંગણી જિલ્લાના ખેડૂતો કરી રહ્યાં છે.

દમણગંગા સુગર ફેક્ટ્રીમાં હાલની તારીખે પણ 19,303 સભાસદો છે. મંડળીના બોર્ડ ઓફ ડીરેક્ટર દ્વારા હાલ આ સુગર ફેકટ્રીનું ગણદેવી સુગર ફેકટ્રી સાથે ટાઈ-અપ કરી ખેડૂતોની શેરડી ત્યાં મોકલવામાં આવે છે. જેમાં ખેડૂતોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એકાદ વર્ષ પહેલાં સુગર ફેકટ્રીને ધમધમતી કરવા સભામાં નિર્ણય લેવાયો હતો. 111 કરોડની ગ્રાન્ટ સુગર ફેકટ્રીને મળી ચૂકી હોવાનો રાગ આપ્યો હતો. પરંતુ કેન્દ્ર સરકાર-રાજ્યસરકાર અને ડીરેક્ટરોના ગજગ્રાહ વચ્ચે ફેકટ્રી શરૂ થઈ શકી નથી.

દમણગંગા સુગર ફેકટ્રીને ખંભાતી તાળુ મારી દીધા બાદ હવે 3 દાયકે ફરી ધમધમતી કરવા અંગે ઉમરગામ તાલુકાના ધારાસભ્ય અને સુગર ફેકટ્રીના પૂર્વ ચેરમેન રમણ પાટકર, હાલના ચેરમેન હર્ષદ કટારીયા સહીત બોર્ડના સભ્યો, સભાસદોને હૈયાધારપત આપી રહ્યા છે. પરંતુ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ગણદેવી સુગર ફેકટરી સુધી મોંઘુ ભાડુ ખર્ચી શેરડી આપવા જવામાંથી છુટકારો મેંળવવા ખેડૂતો પણ અન્ય પાકો તરફ વળી ગયા છે અને શેરડીનું પિલાણ એપ્રિલ માસમાં બંધ થઈ જાય છે.

જિલ્લામાં શેરડીનું વાવેતર માત્ર 1200 એકર પૂરતું સીમિત થયું છે. વાર્ષિક ઉત્પાદન માંડ 45 હજાર મેટ્રિક ટન છે. જેની સામે કેરી-ચીકુ જેવા ફળની વાડીઓ વધી છે. શાકભાજીનું વાવેતર વધ્યું છે. ત્યારે હવે અહીં શેરડીના પ્લાન્ટ સાથે જ ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ ખેડૂતો માટે આખું વર્ષ આર્થિક પગભર કરવામાં નિમિત્ત બનશે તેવું ખેડૂતોનું માનવું છે.

ઉલ્લેખનિય છે કે, 25 વર્ષથી આ સુગર ફેક્ટ્રરી બંધ હાલતમાં હોવાથી તદ્દન જર્જરીત થઇ ચૂકી છે. ફેકટ્રીના શેડનો માલસામાન ચોકીદારો હોવા છતાં ભંગારીયાઓ ચોરી કરી ગયા છે. અત્યારે, માત્ર ખખડધજ શેડ સિવાય કંઇ બચ્યુ નથી. 111 કરોડ જે મંજુર થયેલા તે અંગે પણ ચેરમેન કે, ડિરેક્ટરો પાસેથી કોઈ યોગ્ય જવાબ મળતો નથી. ત્યારે દમણગંગા સુગર ફેક્ટ્રરીમાં કુલ 19,303 સભાસદોનું 4,44,79,255 રૂપિયાનું શેરભંડોળ છે. તે સચવાય અને ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત થાય તે જ સમયની માગ છે.

ABOUT THE AUTHOR

...view details