- જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં આંબાવાડીઓમાં મંજરીની સીઝન વખતે કમોસમી વરસાદ પડ્યો
- રાસાયણિક દવાનો છંટકાવ પાક બચાવવા માટે કર્યો પરંતુ તેમ છતાં પણ નિષ્ફળતા હાથ લાગી છે
- નાનકડા દાણામાં તૈયાર થયેલી કેરીઓ કાળી કે પીળી થઈને ખરી ગઈ છે
વલસાડ: મોટી આંબાવાડી ધરાવતા ખેડૂતોના ખેતરોમાં સાવ નહીવત પ્રમાણમાં કેરીનો પાક જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. જોકે, કેરીનું ઉત્પાદન બચાવવા માટે ખેડૂતોએ રાસાયણિક દવાઓનો પણ છંટકાવ કર્યો, પરંતુ તેમ છતાં પણ ગ્લોબલ વોર્મિંગ કહો કે, વાતાવરણનો માર ઉત્પાદન સાવ નહિવત જેવું રહ્યું છે. એમ કહીએ તો ખોટું નથી કે આ વર્ષે પણ કેરીના પાક ખેડૂતો માટે નિષ્ફળ જેવો જ રહ્યો છે.
વલસાડ જિલ્લામાં 26 હજાર હેક્ટરમાં આંબાવાડી ફેલાયેલી છે
સમગ્ર વિશ્વમાં હાફૂસ કેરી માટે જાણીતો બનેલો વલસાડ જિલ્લો હાફૂસની કેરીની મીઠાશ માટે જાણીતો છે. વલસાડ જિલ્લામાં 26 હજાર હેક્ટરમાં આંબાવાડી ફેલાયેલી છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી વાતાવરણમાં આવેલા પલટા અને કમોસમી વરસાદને કારણે અનેક ખેતરોમાં ખેડૂતોને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. આ વર્ષે પણ ફેબ્રુઆરી અને માર્ચ માસની તૈયારીમાં અચાનક આવી પડેલા કમોસમી વરસાદને કારણે કેરીના પાકને અસર થઈ છે. મોટાભાગના ગામોમાં કેરીનો પાક નિષ્ફળ રહ્યો છે. જેના કારણે ખેડૂતોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે.
સમગ્ર વર્ષ દરમિયાન મહેનત કર્યા પછી પણ પાક નિષ્ફળ રહેતા આર્થિક મુશ્કેલી વધી
આંબાવાડીમાં ખાતર રાસાયણિક દવાઓ અને સાફ સફાઈ માટે મજૂરો પણ રાખતા હોય છે અને તમામ પ્રકારની દેખરેખ માટે સારા એવા નાણાં ખર્ચી નાખતા હોય છે. આ વર્ષે પણ વાતાવરણની થયેલી અસરથી પાકને બચાવવા માટે અનેક ખેડૂતોએ રાસાયણિક દવાનો છંટકાવ પણ કર્યો અને તેના માટે નાણાં પણ ખર્ચ કર્યા, પરંતુ તેમ છતાં પણ પાક નિષ્ફળ રહેતા તેમના ખર્ચેલા નાણાં વેસ્ટ ગયા છે. જેના કારણે ખેડૂતોને આર્થિક તંગીમાં મુકાયા છે.
મધ્યમ વર્ગીય ખેડૂતની હાલત પાક નિષ્ફળ જતા દયનીય બની