વલસાડ જિલ્લામાં મેઘમહેરથી ધરતીપુત્રો ખુશહાલ - વાપીમાં વરસાદ
ચોમાસાની સીઝનના 40માં દિવસે વલસાડ જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે. મંગળવારે વહેલી સવારથી જ ધીમીધારે વરસી રહેલા વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. જિલ્લાના સૌથી મોટા ડેમ મધુબનમાં નવા નિરની આવક થતા એક દરવાજો ખોલવામાં આવ્યો છે. જિલ્લામાં અડધાથી 5 ઇંચ વરસાદ કંટ્રોલરુમ ખાતે નોંધાયો છે.
વલસાડ જિલ્લામાં મેઘમહેરથી ધરતીપુત્રો ખુશહાલ
વાપી: વલસાડ જિલ્લામાં જુનના બીજા સપ્તાહથી ચોમાસુ બેસી ગયા બાદ મેઘરાજાએ સામાન્ય અમી છાંટણા જ વરસાવ્યા હોય ધરતીપુત્રોમાં દુષ્કાળની દહેશત વ્યાપી હતી. ત્યારે હવે સીઝનના 40 દિવસ બાદ મંગળવારે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. જિલ્લામાં વહેલી સવારથી બપોરના 12 વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં 134 mm વરસાદ નોંધાયો છે. વાપીમાં 44mm, પારડી માં 101 mm, ધરમપુર માં 10 mm કપરાડા માં 08 મિ.મિ વરસાદ નોંધાયો છે.