ગુજરાત

gujarat

ETV Bharat / state

ફેની વાવાઝોડુ: વલસાડ-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન રદ થતા, મુસાફરો અટવાયા

વલસાડ: દક્ષિણના સમુદ્ર કાંઠે આવી રહેલ ફેની તુફાનની આગાહીના પગલે અનેક લોકોનું સ્થળાંતર થયું છે. વલસાડ થી પુરી જતી વલસાડ-પુરી એક્સપ્રેસ ટ્રેન તકેદારીને લઈ પશ્ચિમ એક્સપ્રેસ દ્વારા રદ કરવામાં આવતા અનેક મુસાફરો અટવાયા છે.

By

Published : May 3, 2019, 1:18 AM IST

Updated : May 3, 2019, 10:29 AM IST

ફાઈલ ફોટો

વલસાડ રેલવે સ્ટેશન થી પુરી માટે રવાના થતી વલસાડ-પુરી એકસપ્રેસ ટ્રેનને પશ્ચિમ રેલવે દ્વારા દક્ષિણમાં આવી રહેલા ફેની વાવાઝોડાને લઈ ઓડીશા વિસ્તારમાં દરિયા કાંઠે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક લોકોને તકેદારીને લઈને સ્થળાંતર કર્યું છે.

વલસાડ-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન રદ
પશ્ચિમ રેલવે દ્વારા વલસાડ થી ઉપડતી વલસાડ પુરી ટ્રેન તકેદારીના ભાગ રૂપે રદ કરવામાં આવતા દક્ષિણ ભારતના પ્રવાસ માટે નીકળેલા અનેક પ્રવાસી મુસાફરો અટવાયા છે. અને તેમણે તેમના પરિવાર સાથે સ્ટેશન થી પરત થવાની નોબત આવી હતી. જોકે, રેલવે દ્વારા આ નિર્ણય તકેદારી ને ભાગ રૂપે લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, વલસાડ થી પુરી જતી આ ટ્રેન દક્ષિણ ભારતીય લોકો માટે ખુબજ ઉપયોગી છે જેને લઈ અનેક દક્ષિણ ભારતના લોકો પોતાના વતન તરફ જવા મહદઅંશે આજ ટ્રેનનો ઉપયોગ કરે છે.

Last Updated : May 3, 2019, 10:29 AM IST

ABOUT THE AUTHOR

...view details