ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપી: નકલી પોલીસ બની 2 ગઠિયા વૃદ્ધાનાં સોનાનાં દાગીના લઈ ફરાર

વાપીમાં જૈન દેરાસર નજીક મોટરસાયકલ પર નકલી પોલીસ બનીને આવેલા બે ગઠિયાઓએ આગળ હત્યા થઈ હોવાનું જણાવી વૃદ્ધાની નજર ચુકવી સોનાની ચાર બંગડી અને એક ચેન મળી કુલ રૂપિયા 2.50 લાખના દાગીના ઉતરાવી નકલી બંગડી પધરાવી ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

વાપી
વાપી

By

Published : Jan 4, 2021, 10:14 PM IST

  • નકલી પોલીસ બની 2 ગઠિયા વૃદ્ધાનાં સોનાનાં દાગીના લઈ ફરાર
  • વાપીમાં જૈન દેરાસર નજીક બની હતી ઘટના
  • ગઠિયાઓ સાચા દાગીના લઈ નકલી પધરાવી ગયા

વાપી: વાપીમાં જૈન દેરાસર નજીક મોટરસાયકલ પર નકલી પોલીસ બનીને આવેલા બે ગઠિયાઓએ આગળ હત્યા થઈ હોવાનું જણાવી વૃદ્ધાની નજર ચુકવી સોનાની ચાર બંગડી અને એક ચેન મળી કુલ રૂપિયા 2.50 લાખના દાગીના ઉતરાવી નકલી બંગડી પધરાવી ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

નકલી પોલીસ બની 2 ગઠિયા વૃદ્ધાનાં સોનાનાં દાગીના લઈ ફરાર

વાપીમાં જૈન દેરાસર નજીક મોટરસાયકલ પર નકલી પોલીસ બની આવેલા બે ગઠિયાઓએ આગળ હત્યા થઈ હોવાનું જણાવી વૃદ્ધા ની ચાર સોનાની બંગડી, એક ચેન મળી કુલ 2.50 લાખ ના દાગીના ઉતરાવી નજર ચુકવી નકલી બગડી પધરાવી છુમંતર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

નકલી પોલીસ બની 2 ગઠિયા વૃદ્ધાનાં સોનાનાં દાગીના લઈ ફરાર

દેરાસરથી પરત ફરતા વૃદ્ધઆને ગઠિયાઓ કળા કરી ગયા

15 દિવસ પહેલાં ગઠિયાઓ ભોગ બનનારા વૃદ્ધાની વહુની ચેન પણ ખેંચી ગયા હતા. ઘટનાની મળતી માહિતી મુજબ વાપી ટાઉન પોસ્ટ ઓફિસ પાસે કચીગામ રોડ ઉપર શિવમ એપાર્ટમેન્ટનમાં રહેતા 72 વર્ષીય પુષ્પાબેન સમદડિયા સવારે જૈન મંદિરમાં દર્શન કરી પરત ઘરે જઈ રહ્યા હતા. તે સમયે બાઇક પર આવેલા બે ઈસમોએ તેમને રોકી પોલીસની ઓળખ આપી ગઇકાલે સવિતાબેનની હત્યા થઈ છે જેથી દાગીના ઉતારી રૂમાલમાં મૂકવા જણાવાયું હતું. ગઠિયાઓ વૃદ્ધાની 5 તોલાની સોનાની બંગડી અને 1 તોલાની ચેઇન કાઢાવી નજર ચૂકવી બગસરાની બંગડી પધરાવી નાસી છૂટ્યા હતા.

નકલી પોલીસ બની 2 ગઠિયા વૃદ્ધાનાં સોનાનાં દાગીના લઈ ફરાર

CCTV ફૂટેજના આધારે તાપસ હાથ ધરાઈ

ઘટનાની જાણ પરિજનોને થતાં તેઓ તાત્કાલિક ટાઉન પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સ્થળ તપાસ કરી આજુબાજુની દુકાનોમાં લગાવેલા સીસીટીવીથી ફૂટેજ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જ્યારે ઘટનાને લઇ એલસીબીની ટીમ દ્વારા પણ સ્થળ પર આવી તપાસ શરૂ કરાઇ હતી.

ગઠિયાઓ વહુની પણ ચેઇન ખેંચી ગયા

ભોગ બનેલા પુષ્પાબેનની વહુ ભક્તિબેન સમદડિયા 15 દિવસ અગાઉ તેમની માતા સાથે બજારથી ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન બિલ્ડીંગ નીચે પહોંચતા જ બાઇક પર આવેલા બે ઇસમોએ તેમના ગળામાંથી એક તોલાની ચેઇન ખેંચી ફરાર થઇ જતા પોલીસને ફરિયાદ કરાઇ હતી.

વૃદ્ધાને સમ્મોહિત કરી ત્રણ તોલાની ચેનની ચીલઝડપ

બીજી એક ઘટનામાં વાપીના આનંદનગર સ્થિત આસોપાલવ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાના ઘરે શુક્રવારે એક મહિલા આવી હતી. જેણે તેને સમ્મોહિત કર્યા બાદ નજર ચુકવી સોના-ચાંદીના દાગીના લઇને નાસી ગઈ હતી. જે ઘટના અંગે પરિવારના સદસ્યોએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.

2020માં 6 ચેઇન અને 2 મોબાઇલ સ્નેચિંગ

વર્ષ 2020માં વાપી ટાઉનના અલગ અલગ વિસ્તારોમાંથી ચેઇન સ્નેચિંગના કુલ 6 જ્યારે મોબાઇલ સ્નેચિંગના 2 બનાવ પોલીસના ચોપડે નોંધાયા હતા. જોકે ઘણાં કેસોમાં ભોગ બનેલ વ્યક્તિ ફરિયાદ કરવા ન માંગતા હોય સ્નેચિંગનો આંકડો 15થી ઉપર હોઇ શકે છે. વાપી ટાઉન પોસ્ટઓફિસ સર્કલ અને મુખ્ય બજાર એવા સ્થળો છે કે જ્યાં હમેશા ભીડ જોવા મળે છે. આ વિસ્તારમાં અગાઉ પણ ચીલઝડપના બનાવો બની ચૂક્યા છે. જેથી આ સ્થળો પર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવે તેવી લોકમાગ છે.

ABOUT THE AUTHOR

...view details