- કપરાડા બેઠક પર મતદાન શરૂ
- સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
- મતદાતાઓ મતદાન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત
વલસાડ: કપરાડા વિધાનસભાની બેઠક માટે આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં વહેલી સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. મતદાન માટે 374 બૂથ બનાવવામાં આવ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે પણ લોકો વહેલી સવારથી સોશિયલ ડિસ્ટન્ટન સાથે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા.
ગુજરાતની આઠ બેઠકો ઉપર આજે પેટાચૂંટણી માટે મતદાન લોકોમાં મતદાન કરવા માટે ઉત્સાહ
વહેલી સવારે સાત વાગ્યાથી આજે મતદારો સોશિયલ ડિસ્ટન્ટન સાથે લાઈનમાં ઉભા છે. તેમજ લોકોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાતાઓ સાથે ઈટીવી ભારતે વાતચીત કરી હતી. આજે કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 374 બૂથ ઉપરથી મતદાન શરૂ થયું છે. જેમાં મતદાતાઓ વહેલી સવારથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા હતા.
પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ કપરાડા બેઠક પર મતદાન કરવા મતદારોમાં ભારે ઉત્સાહ